સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીના 27 માંથી 5 કોર્પોરેટરોએ (Surat AAP Corporators Resign) આજરોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં ખોટ પડી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વોર્ડ નંબર- 16ના કોર્પોરેટર વિપુલભાઈ તથા તેમની સાથે અન્ય 4 મહિલા કોર્પોરેટરે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાણ કર્યું છે, જેને લઇને આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વાતને લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પ્રેસ (Gopal Italia held a press conference) કોન્ફ્રન્સ કરી હતી.
આ પણ વાંચો: Surat AAP Corporators Resign: આપના 5 કોર્પોરેટરોએ ઝાડું છોડી કમળ પકડ્યું
આખી ઘટનાના મુખ્ય સૂત્રધાર વોર્ડ નંબર -16ના કોર્પોરેટર છે
ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો બીજી પાર્ટીમાં જોડાયા છે, તેઓએ જનતા માટે સારી કામગીરી કરી છે, તે બદલ એમનો આભાર માનું છું, તેમણે જે કઈ પણ યોગદાન આપ્યું છે, તેના માટે પણ એમનો આભાર અમે એમના જેવા બનવા માંગતા નથી. આ આખી ઘટનાના મુખ્ય સૂત્રધાર વોર્ડ નંબર -16ના કોર્પોરેટર છે, જેમણે ઘણા સમયથી ગાંધીનગરથી જ પાર્ટીને અંદરથી દબાવવાની કોશિશ કરી હતી. ભાજપના કોર્પોરેટરોને સુરત મહાનગરપાલિકા નાની-મોટી ટેન્ડરો આપતી હોય છે. તો તમે પણ પાર્ટીના માધ્યમથી એમને નાની-મોટી સગવડો કરી આપો,આવી રજુઆતો સ્થાનિક કક્ષાએ અહીં કરી હતી.
ભાજપ બિન હરીફ માટે આમ આદમી પાર્ટીને ગણી રહી છે
ભાજપના સી.આર પાટીલના કાળુ અને બટુક નામના બે વાંચોટિયાઓ છે, જેઓ પૈસાનું રોકાણ કર્યું છે, તેના બદલામાં તેમણે વરાછા અને કતારગામની ટિકિટો પણ માંગી છે. અમે એક મજબૂત, ઈમાનદાર વિકલ્પ અને ગુજરાતની જનતાનો એક માત્ર વિકલ્પ તરીકે સતત આગળ વધી રહ્યા છીએ, એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે, અને આજે અમને અમારી માટે ગર્વ છે કે, ભાજપ પોતાના બિન હરીફ માટે આમ આદમી પાર્ટીને ગણી રહી છે.
આ પણ વાંચો: Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
ભાજપને આમ આદમી પાર્ટીનો ડર સતાવી રહ્યો છે
ભાજપ સતત આમ આદમી પાર્ટીને ખરાબ કહેવાનું, આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી ગાયબ થઈ ગયું હોય તે રીતે કહેવાનું કા તો પછી આમ આદમી પાર્ટી છે જ નથી આવું બતાવવાની કોશિશ કરી રહી છે, આજ વસ્તુ બતાવી રહી છે કે, સી આર પાટીલ અને સમગ્ર ભાજપને આમ આદમી પાર્ટીનો ડર સતાવી રહ્યો છે, આ ડર હજી વધશે કારણ કે, બે ત્રણ પાંદડા ખરે તો ઝાડ પડી જતું નથી. ઈમાનદાર અરવિંદ કેજરીવાલના સહયોગથી આમ આદમી પાર્ટીનું વટ વૃક્ષ આખા દેશમાં અડીખમ ઉભું છે.