ETV Bharat / city

સુરત : પોલીસ માટે ખાસ કોરોના એપ્લીકેશન બનાવવામાં આવી

સુરત પોલીસ અધિકારી અને જવાનો માટે ખાસ કોવિડ એપની શરૂઆત કરવામાં આવી છે. આ એપના માધ્યમથી શહેરના પોલીસ જવાનો અને અધિકારીઓ કોરોનાના લક્ષણો દેખાતા શહેરના ડોક્ટરો સાથે સંપર્ક કરી શકશે અને તેમની સાથે જ વર્ચુઅલ વિડીયો કોલ કરી કોરોનાને લગતી મૂંઝવણ અંગે સવાલ જવાબ કરી શકશે.

corona
સુરત : પોલીસ માટે ખાસ કોરોના એપ્લીકેશન બનાવવામાં આવી
author img

By

Published : May 20, 2021, 2:09 PM IST

  • સુરતના પોલીસ જવાનો માટે ખાસ કોરોના એપ બનાવવામાં આવી
  • પોલીસ જવાનો આ એપ દ્વારા કોરોના અંગેની મુંજવણ દુર કરી શકશે
  • ફરજ દરમિયાન 8 પોલીસ જવાનો મૃત્યું પામ્યા છે

સુરત: જિલ્લામાં કોરોના ફેઝ 2માં પણ લોકોની સેવા કરનાર પોલીસ જવાનો માટે કોવિડ એપની રચના કરવામાં આવી છે. ફ્રન્ટ લાઇન વોરીયર્સ તરીકે કોરોના કાળમાં ફરજ બજાવી રહેલા સુરત પોલીસના અનેક જવાનો કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં આઠ જેટલા પોલીસ કર્મીઓનું કોરોનાથી મૃત્યું થયું છે. હાલ પણ ફેસ 2માં રાત્રી કર્ફ્યુથી લઇ કોરોના ગાઈડલાઈનનો પાલન કરાવવા માટે પોલીસ જવાનો સતત ફરજ બજાવી રહ્યા છે. શહેરના પોલીસ જવાનો માટે ખાસ એપ્લિકેશનની રચના કરવામાં આવી છે, જેથી શહેર પોલીસના અધિકારીઓ અને જવાનોને કોરોનાને લગતી કોઈપણ માહિતી જોઈતી હશે તો તેઓ આ એપ્લિકેશન માધ્યમથી મેળવી શકશે અને શહેરના ડોક્ટરો તેમજ નિષ્ણાંતો સાથે સીધો સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો : ઈદને લઈને પોલીસે મુસ્લિમ આગેવાનો સાથે યોજી બેઠક

વર્ચ્યુઅલ મિટિંગ પણ કરી શકશે

આ અંગે શહેરના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે કોવિડ એપ્લિકેશન શહેરના પોલીસ અધિકારી અને જવાનો માટે તૈયાર કરવામાં આવી છે. કોવિડ લક્ષણો દેખાતા કોઈપણ પોલીસ કર્મી આ એપ્લિકેશનના માધ્યમથી ડોક્ટરો સાથે સંપર્ક કરી શકશે. આ એપ્લિકેશનમાં MD ડોકટર, ફિઝિશિયન, યોગા ટ્રેનર સહિત મનોચિકિત્સકની તમામ માહિતી છે અને માહિતી મુજબ પોલીસ કર્મી તેમની સાથે સંપર્ક કરી નિદાન મેળવી શકશે, એટલું જ નહીં પોતાની તમામ કોરોનાની વિગતો આ એપ્લિકેશનના માધ્યમથી પોતાનો રેકોર્ડ પણ મેન્ટેન કરી શકશે. ડોક્ટર સાથે વર્ચ્યુઅલ મિટિંગ પણ કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.