ETV Bharat / city

સુરત છે દેશનું સ્માર્ટ સિટી નંબર 1 - Smart city mission yojna

સ્માર્ટ સિટીમાં દેશના શહેરો પૈકી પ્રથમ તબક્કાના વિસ્તારોમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું છે. સ્માર્ટ સિટી મિશનમાં પ્રથમ ક્રમ મેળવવાનું સપનું સુરત શહેરે સાકાર કર્યું છે. હવે સુરતીઓ સ્વચ્છતા માટે વધુ ગૌરવ લઇ શકશે.

સુરત છે દેશનું સ્માર્ટ સિટી નંબર 1
સુરત છે દેશનું સ્માર્ટ સિટી નંબર 1
author img

By

Published : Jun 25, 2021, 11:09 PM IST

  • 2015ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મિશન યોજના જાહેર કરવામાં આવી હતી
  • વિવિધ પ્રોજેક્ટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે
  • સ્માર્ટ સિટી મિશનમાં પ્રથમ ક્રમ મેળવવાનું સપનું સુરત શહેરે સાકાર કર્યું

સુરત: 25મી જૂન 2015ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મિશન યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશની પસંદગી પામેલા કુલ 100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલા 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સ્માર્ટ સિટીના અમલીકરણમાં સુરત સતત અવ્વલ બની રહ્યું હોવાથી આ વખતે સુરત મનપાને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.

દૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગોને આપવામાં આવે છે

સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 100 સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એરિયા ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, એન્વાર્યમેન્ટ ડેવલપમેન્ટ, હેરિટેજ રિસ્ટોરેશન, એફોર્ડેબલ હાઉસિંગ, IT કનેકટીવિટી અને ડિજિટલાઇઝેશન, નોન મોટોરાઇડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેક્ટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. દૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગોને આપવામાં આવે છે અને તેથી પાલિકા અને કરોડો રૂપિયાની આવક થતી હોય છે.

શહેરીજનો માટે ગૌરવની બાબત

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત પસંદ થયેલો શહેરો પૈકી હાલ પ્રથમ તબક્કામાં 20 શહેરોમાંથી સ્માર્ટ સિટી મિશનમાં પરફોર્મન્સના આધારે આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ હાલ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે જે શહેરીજનો માટે ગૌરવની બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.