- સ્ટેડિયમમાં સવારથી જ મતદારોએ લાઇન લગાવી હતી
- ધનસુખ પટેલ સૌથી વધારે 2091 મત મેળવીને વિજેતા પુરવાર થયા
- પરિવર્તન પેનલના સભ્યોઓ કર્યો હારનો સામનો
સુરત: શહેરના વિકાસ માટે અત્યંત મહત્વની કહી શકાય એવા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી વૈભવી સમાજની નજર સ્થિર થઇ હતી .ખાસ કરીને પરિવર્તન પેનલના ઉમેદવારોએ સ્ટેડિયમ પેનલના ઉમેદવારોની કામગીરી સામે સવાલો ઉઠાવતા માહોલ ગરમાયો હતો. આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે ક્રિકેટ રસિયાઓમાં સ્ટેડિયમનો કોઈપણ ભોગે વિકાસ થાય તે જરૂરી હોવાનો મત વ્યક્ત કરી ચૂંટણીમાં સવારથી જ મતદારોએ લાઇન લગાવી હતી. સ્ટેડિયમમાં નોંધાયેલા 4211 જેટલા મતદારો પૈકી 2996 મતદારોએ એટલે કે 70 ટકા મતદારોએ મત આપ્યા હતા.
સ્ટેડિયમ પેનલ દ્વારા પહેલાથી જ ધનસુખ પટેલને ટેકો જાહેર કરી દેવાયો
મોડી સાંજે શરૂ કરવામાં આવેલી મત ગણતરીમાં બે મત કોઈ મતદાતાઓએ ફાડીને નાખ્યા હોવાથી તેમજ અન્ય 67 મત માત્ર 20 ઉમેદવારોને જ આપવામાં આવ્યા હોવાથી 69 મત રદ્દ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2927 મતની ગણતરી મોડી રાત્રી સુધી ચાલી હતી, જેમાં સ્ટેડિયમ પેનલના 19 ઉમેદવાર જીત્યા હતા ત્યારે એકમાત્ર યશેસ સ્વામી પાતળી સરસાઇથી હરાવ્યા હતા. પરિવર્તન પેનલના ઉમેદવાર ધનસુખ પટેલ સૌથી વધારે 2091નું મત મેળવીને વિજેતા પુરવાર થયા હતા. સ્ટેડિયમ પેનલ દ્વારા પહેલાથી જ ધનસુખ પટેલને ટેકો જાહેર કરી દેવાયો હતો વધુમાં જોવા જઈએ તો મતગણતરીના ચૂંટણી અધિકારી આર ડી દેસાઈ એ સંપૂર્ણ પારદર્શકતા દાખવતા હારનો સામનો કરનાર પરિવર્તન પેનલના સભ્યોઓ હારનો સામનો કર્યો હોવા છતાં તેમની પાસે આક્ષેપ કરવાનો કોઇ મોકો મળ્યો ન હતો. જ્યારે સ્ટેડિયમ પેનલના મહત્તમ ઉમેદવારો વિજેતા બનતા ક્રિકેટના વિકાસના નવા યુગનો પ્રારંભ થયો હોવાનો દાવો કર્યો હતો.