સુરત ST બસના કર્મચારીઓ, આશા વર્કર અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં કલેકટર (ST Bus employees In Surat) કચેરી ખાતે એકઠા થયા હતા. જ્યાં તેમના પડતર પ્રશ્નોની માંગણીને લઈને થાળી વગાડી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. કારણ કે આ પહેલા તેમના પ્રશ્નોની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી, ત્યારે સરકારે 10 સપ્ટેમ્બર સુધી તેમની માંગણીઓ પૂરી કરવા માટે અલ્ટીમેટ આપ્યું હતું. ત્યારે આજરોજ ST BUSના કર્મચારીઓ, આશા વર્કર અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે થાળી વગાડી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.
શું માંગણી છે ST બસના કર્મચારી નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે, અમે બધા ભારતીય મજદૂર સંઘના (Bharatiya Mazdoor Sangh) કાર્યકર્તાઓ છીએ. સરકારને અમે છેલ્લા બે ત્રણ વર્ષથી અમારી પડતર માંગણીઓના પ્રશ્ન લેખિતમાં આપ્યા છે. તે ઉપરાંત અમે સરકાર જોડે ચર્ચા પણ કરી તેમ છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી. જેથી આજરોજ કલેક્ટર કચેરીના ખાતે અમે બધા વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે. ST બસ કર્મચારીઓની વાત કરવામાં આવે તો ડ્રાઇવર અને કંડક્ટરને 2022થી ગ્રેડ પે આપવામાં આવ્યો છે અને અમે જૂન 2016-18 મુજબ ગ્રેડ પે ની માંગણી કરી રહ્યા છીએ. (Anganwadi Sisters protest in Surat)
સાતમો પગાર પંચ વધુમાં જણાવ્યું હતું કે, અમારા ફિક્સ પગારના કામદારોને ફક્ત 16,000 પગાર મળી રહ્યો છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને પગાર 19,000 પગાર મળી રહ્યો છે. જેથી અમારા ST બસ ના કર્મચારીઓને તે મુજબ ફિક્સ પગાર આપવામાં આવે એવી માંગણી છે. ST બસના કર્મચારીઓને 17000 મોંઘવારી મળી રહી છે. તેમજ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને 34 ટકા મોંઘવારી મળી રહી છે. તો અમારા ST બસના કર્મચારીઓને પણ 34 ટકા મોંઘવારી આપવામાં આવે. તે ઉપરાંત વર્ગ-4 ના કર્મચારીઓનું બે વર્ષનું બોનસ આપવામાં આવ્યું નથી.તે બોનસ આપવામાં આવે અમારા કર્મચારીઓને જે ભથ્થું આપવામાં આવે છે. તે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ મુજબ આપવામાં આવે છે. (asha workers protest in Surat)
ભાજપ વિરોધી મતદાન આ ઉપરાંત તેવું પણ જણાવ્યુ હતું કે, ભથ્થાઓ અમને 7માં પગાર પંચ મુજબ આપવામાં આવે. તે ઉપરાંત અમારા આશા વર્કર અને આંગણવાડીની બહેનો વર્ષોથી પોતાની માંગણી લઈને લડી રહી છે. તેમને સરકારી કર્મચારી જાહેર કરો તેવી માંગણીઓ છે. અમારા બધા મજદુર સંઘની માંગણીઓ ઘણી જૂની છે. તેમાં છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગુજરાતના બે લાખ કામદારો જોડાઈ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરીશું. Surat collector office protest