સુરત : હાલ IPLનો ક્રેઝ દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે IPLના ચાહકો માટે એક સારા સમાચાર સુરતથી છે. તમને જણાવી દઇએ કે, IPLમાં વપરાતા સ્પોર્ટ્સ કાપડ સુરતમાં તૈયાર થાય છે અને કરોડો રૂપિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, કોરોના કાળમાં જ્યાં અનેક ઉદ્યોગ ધંધાઓ ઠપ્પ છે. ત્યારે કોરોનાકાળમાં નિટીંગ સેક્ટરમાં 150 ઉત્પાદકોનું 80 ટકા ક્ષમતા સાથે રોજ રૂ.5.5 કરોડનું ઉત્પાદન થઈ રહ્યું છે. માત્ર સુરતમાં જ સર્ક્યુલર નિટીંગ સેક્ટરમાં 80 ટકાથી વધુ પ્રોડક્શન રોજનું થઈ રહ્યું છે. IPLમાં ખાસ કાપડની ડિમાન્ડ એ માટે છે કે, આ ઝડપથી પરસેવો કે પાણી ઓબ્ઝર્વ કરી લે છે. સ્પોર્ટ્સ સેગમેન્ટમાં તેની મોટી ડિમાન્ડ જોવા મળે છે. સુરતના ઉત્પાદકો પ્રતિ દિન 4.5 લાખ કિલો અંદાજે રૂ.5.5 કરોડથી વધુના કાપડનું પ્રોડક્શન કરી રહ્યા છે.
IPLમાં વપરાતા સ્પોર્ટ્સ કાપડ સુરતમાં તૈયાર થાય છે સૌથી અગત્યની વાત એ છે કે, પ્રતિ માસ સર્ક્યુલર નિટીંગ માટેનું પોલીસ્ટર કાપડ વધુ માત્રામાં આયાત થતું હતું. પરંતુ હાલ કોરોના કાળના કારણે આ કાપડ આવી શક્યુ નથી. જેથી સુરતમાં આ કાપડનું ઉત્પાદન શરૂ થયું. અગાઉ સુરતમાં માત્ર 2થી 3 પ્રોસેસિંગ મિલો સર્ક્યુલર નિટીંગ વેરના પ્રોસેસ સાથે સંકળાયેલી હતી અને હાલ ડિમાન્ડ વધતા 30 મિલો થઈ ગઈ છે. સામાન્ય કાપડની સરખામણીએ લેબર કોસ્ટ પ્રતિ મીટર માત્ર 50 પૈસા જેટલી આવે છે. જેથી ડૉમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ ઘણી મોટી છે. શુઝ બનાવતી કંપનીઓ, સુટકેસ બનાવનારાઓ, બેબી ફ્રોક, સ્વીમિંગ કોસ્ચ્યુમ, લેન્ગિસ, ટી-શર્ટ સહિતના વિવિધ મલ્ટીપર્પઝ યુઝમાં સર્ક્યુલર નિટીંગમાં તૈયાર થયેલું પોલિએસ્ટર કાપડ ડિમાન્ડમાં છે. આ ઉપરાંત સાડી અને ડ્રેસ કાપડ માટે વિશ્વભરમાં જાણીતા સુરત શહેર હવે ડ્રાય ફીટ શર્ટના કાપડ માટે પણ જાણીતું થયું છે. સુરતમાં 80 ટકા જેટલું ઉત્પાદન થતું આ સર્ક્યુલર નિટીંગનું કાપડ ભારતમાં ઉપયોગ થઈ રહ્યું છે. ડૉમેસ્ટિક માર્કેટ સહિત 20 ટકા એક્સપોર્ટ અરબ દેશોમાં થઈ રહ્યું છે. ડ્રાય ફીટ શર્ટ કે સર્ક્યુલર નિટીંગનો નવો કોન્સેપ્ટ છે. તે ફક્ત સુરતમાં બની રહ્યું છે. IPLમાં વપરાતા સ્પોર્ટસ ટી-શર્ટ હોઈ કે પછી ટીમ દ્વારા પહેરવામાં આવતાં બ્રાન્ડેડ ટી-શર્ટ હોઈ તેનું તમામ કપડું સુરતથી પ્રોસેસ થઇને જ જાય છે.
સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...