- ઘટનામાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો
- ફોટો પાડવાનાં બહાને નદીમાં ફેંકી હત્યા કરી
- અગાઉ પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો
સુરત : સુરતમાં મક્કાઈ પુલ પરથી એક 12 વર્ષીય ઝાકીર સૈયદ શેખ નામનો બાળક તાપી નદીમાં ડૂબી ગયો હતો. ધટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી બાળકનો કોઈ પતો લાગ્યો ન હતો. જો કે મામલે પોલીસને જાણ થતાં સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
ફોટો પાડવાનાં બહાને નદીમાં ફેંકી હત્યા કરી
પોલીસે જણાવ્યું હતું કે, સઇદ ઇલ્યાસ તેની પત્ની સાથે ઘર કંકાસથી કંટાળીને અલગ રહેતો હતો. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી જાકીર તેની માતા સાથે રહેવા ગયો હતો. જેથી પાંચેક દિવસ અગાઉ હીના તેની માતા અને ભાઇ સાથે સુરત આવી હતી અને જાકીરનું સ્કૂલ LC લઇ જઇ વતન બુલઢાણાનાં ચીખલીની સ્કૂલમાં એડમિશન કરાવવાની હતી. જેથી પુત્ર જાકીર હવે પરત નહીં આવે તેવા વિચાર માત્રથી ઇલ્યાસ તેને બાઇક પર બેસાડી મક્કાઇ પુલ પર લઇ ગયો હતો અને ફોટો પાડવાનાં બહાને નદીમાં ફેંકી દઇ હત્યા કરી હતી.
અગાઉ પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો
જયારે હીના એ પુત્રને સાથે લઇ જવાની વાત કરી હતી ત્યારે ઇલ્યાસ દ્વારા અગાઉ પણ તેનાં પુત્રની હત્યા કરવાની કોશિશ કરી હતી. ત્યારે કોસાડ આવાસમાં ત્રીજા માળેથી બાળકને નીચે ફેકી દીધો હતો. જો કે તે સમયે નીચે સાડીનાં ઢગલા હોવાથી તેનાં પુત્રનો જીવ બચી ગયો હતો, પરંતુ તે સમયે કોઈ પોલીસ ફરિયાદ થઇ ન હતી. હાલ રાંદેર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : માતાની મમતાંને લજવતી ધટના: અમદાવાદનાં અમરાઇવાડીમાં વધુ એક બાળકને ત્યજી દેવાયું
આ પણ વાંચો : વડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી