- ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ
- SOGએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરી
- મેડિકલ સ્ટોર લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
સુરત: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ (Narcotic syrup) થતા અન્ય નશાયુકત દવાઓનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સુરત SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ( (Department of Food and Drug)ને સાથે રાખી ભેસ્તાન સ્થિત એક મેડિકલ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. જેમાં ડમી ગ્રાહક મોકલી આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ટેબલેટ અને સીરપ (Syrup)નો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર પ્રકરણ બહાર લાવ્યું
મળતી માહિતી પ્રમાણે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબલેટ, સીરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સની માહિતી એકત્ર કરવામાં આવી હતી અને વોચ પણ રાખવામાં આવી હતી. આ દરમિયાન સુરતના ભેસ્તાન આવાસ પાસે આવેલા બેસ્ટ મેડિકલ સ્ટોરમાં મેડિકલ સ્ટોરના સંચાલક જીતેન્દ્ર નારાયણ સિંહ રાજપુરોહિત દ્વારા ડોક્ટરના પ્રિસ્કિપશન વગર જ નશાકારક સીરપ થતા અન્ય નશાયુકત દવાઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી SOG પોલીસના સ્ટાફે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી અહી ડમી ગ્રાહક મોકલી સમગ્ર પ્રકરણ બહાર લાવ્યા હતા.
લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આ ઉપરાંત મેડિકલ સ્ટોરમાંથી કબજે કરવામાં આવેલા ટેબલેટ અને સીરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઇ આવવા પર મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે
પોલીસ દ્વારા બેસ્ટ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યા અને નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ રૂ. 15,211ના ટેબલેટ નંગ-1,895 અને રૂ.12,120ની નશાકારક કોડીન સિરપ બોટલ નંગ-101 જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ અને ટેબલેટનું વેચાણ થઇ રહ્યું છે. ગુનેગારો ગુનાહિત પ્રવુતિઓ આચરે છે. તેમજ યુવાધન આવી નશાયુકત ગોળી અને સીરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડી આરોગ્યને જોખમમાં મૂકી છે, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતની Vnsguમાં વિદ્યાર્થીઓને મારવાનો મામલો,આજે ફરી પછી ABVPતથા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવ
આ પણ વાંચો: સુરતમાં માસ્ક બાંધીને આવેલા બે શખ્સોએ બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરી ગયા