- વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે લોકોમાં ઉદાસીનતા
- સુરતમાં હજુ પણ 5.32 લાખ જેટલા લોકોનો વેક્સીનનો બીજો ડોઝ બાકી
- પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં તેવી વિચારણા હાથ ધરાઈ
સુરત : સુરતમાં કોરોનાની બીજી વેવ ખુબ જ ઘાતક નીવડી હતી. બીજી વેવ બાદ તંત્રએ વેક્સીનેશન (SMC Corona Vaccination) ખુબ જ ઝડપી કર્યું હતું. SMC ના દાવા પ્રમાણે સુરતમાં 100 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. પરંતુ હજુ પણ વેક્સીનનો બીજો ડોઝ (Second Dose Of Vaccine) લેવામાં લોકો ઉદાસીનતા (Covid19 Vaccination ) દાખવી રહ્યાં છે. લોકો વેક્સીનનો બીજો ડોઝ લઇ લે તે માટે મનપાએ અનેક પ્રયાસો પણ કર્યા હતા. મનપાએ મનપાની કચેરી, બાગ બગીચા, મોલ, બસ સહિતની જગ્યાએ વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને પ્રવેશ આપવાનું બંધ કર્યું હતું. એટલું જ નહી નોક ધ ડોર અભિયાન અને 1 લીટર તેલ આપવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ તેમ છતાં જોઈએ તેવી સફળતા હાથ લાગી નથી.
ત્રીજા વેવની ભીતિને લઇ ચિંતા
SMC ની વેક્સીનેશનની (SMC Corona Vaccination) કામગીરી ચાલી રહી છે તેની સાથે ત્રીજા વેવની (Corona Third Wave) પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે. બીજા વેવમાં પાલિકાએ પાંચ હજાર કરતાં વધુ લોકોને પાલિકાના ક્વોટામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી હતી. તેવી જ રીતે જો ત્રીજો વેવ આવે અને આવી સ્થિતિ ઉભી થાય તો પાલિકાના ક્વોટામાં તે લોકોને જ સારવાર (SMC Vaccination rules) આપવામાં આવશે. જેઓએ વેક્સીનના બન્ને ડોઝ (Second Dose Of Vaccine) લીધા હોય.
આ પણ વાંચોઃ જો જો, કોરોના વેક્સિનના બે ડોઝ ન લીધા હોય તો સુરતમાં આ સ્થળે 'NO ENTRY'