ETV Bharat / city

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.માં ટ્રાન્સફોર્મરોની અછત, ચેમ્બર દ્વારા DGVCLને રજૂઆત - Surat local news

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો તેમજ કારખાનેદારોને 200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરોની અછતને કારણે પડી રહેલી તકલીફને દૂર કરવા માટે ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર યોગેશ ચૌધરીને અરજકર્તા ઉદ્યોગકારોને 200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરોની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.માં ટ્રાન્સફોર્મરોની અછત

author img

By

Published : Dec 17, 2020, 3:39 PM IST

  • દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.માં ટ્રાન્સફોર્મરોની અછત
  • અરજી કર્યાના 4 મહિના બાદ પણ ટ્રાન્સફોર્મરની અછત
  • ઉદ્યોગકારો તેમજ કારખાનેદારોને આર્થિક નુકસાન

સુરત : દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો તેમજ કારખાનેદારોને 200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરોની અછતને કારણે પડી રહેલી તકલીફને દૂર કરવા માટે ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર યોગેશ ચૌધરીને અરજકર્તા ઉદ્યોગકારોને 200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરોની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

દિનેશ નાવડીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ

200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરોની અછત સર્જાઇ

ચેમ્બરે 10 જુલાઇ, 2020ના રોજ ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે આયોજિત કરેલા વેબિનારમાં પણ ઉદ્યોગકારો દ્વારા આ બાબતે ટકોર કરવામાં આવી હતી. ચેમ્બર દ્વારા રજૂઆત કરાઇ છે કે, લોકડાઉનમાં મટિરિયલ સપ્લાયમાં અવરોધને પગલે 200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરોની અછત સર્જાઇ હતી. પરંતુ આ બાબતને ચાર મહિના થઇ ગયા હોવા છતાં પણ હજુ સુધી 200 તથા 500 કેવીએના ટ્રાન્સફોર્મરની અછતને પગલે ઘણા અરજકર્તા ઉદ્યોગપતિઓને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યુ છે.

અરજી આપી હોય ત્યાં ટ્રાન્સફોર્મર લગાવાયા નથી

હાલમાં નવા કનેકશન માટે અરજી કર્યાના બે મહિના પછી ફિકસ ડિમાન્ડ ચાર્જીસ લેવાની નીતિ છે, પરંતુ જો ટ્રાન્સફોર્મર ન લાગ્યું હોય અને વીજ સપ્લાય ચાલુ થઇ ન હોય તેમ છતાં ડીજીવીસીએલ દ્વારા જે ઉદ્યોગકારોએ 200 તથા 500 કેવીએના લોડ માટેની અરજી આપી હોય ત્યાં ટ્રાન્સફોર્મર લગાવી આપવામાં આવ્યા નથી. તેમ છતાં ફિકસ ડિમાન્ડ ચાર્જીસના બીલ ફટકારવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ચેમ્બરને ઉદ્યોગકારો તરફથી મળતા ચેમ્બરે આ પ્રકારની કાર્યવાહીને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે રજૂઆત કરી છે.

ઉદ્યોગકારોને આર્થિક ફટકો

તદુપરાંત ઉદ્યોગકારોને ટ્રાન્સફોર્મરના અભાવે વિલંબથી મળતા ઇલેકટ્રીસિટી કનેકશનના કારણે તેઓના પ્લાન્ટ ચાલુ થઇ શક્યા નથી. તેથી તેઓએ બેંક પાસેથી લીધેલી લોન ઉપર વ્યાજનું ભારણ ચાલુ થઇ ગયું હતુ. આથી તેઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. તે બાબતને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા તાત્કાલિક નિરાકરણની માંગણી સંબંધિત અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.