ETV Bharat / city

'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર - સુરત બીજા ક્રમે, ટૉપ-10માં ગુજરાતના 3 શહેર

'સ્વચ્છ સર્વેક્ષણ 2021' (swachh survekshan 2021)ના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતના 10 સૌથી સ્વચ્છ શહેરો (top 10 cleanest city of India)માં 3 ગુજરાત (gujarat)થી છે. બીજા નંબરે સુરત (surat) છે, ત્યારબાદ 8માં નંબર પર વડોદરા (vadodara) અને 10માં નંબરે અમદાવાદ (ahmedabad) છે.

'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર - સુરત બીજા ક્રમે, ટૉપ-10માં ગુજરાતના 3 શહેર
'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર - સુરત બીજા ક્રમે, ટૉપ-10માં ગુજરાતના 3 શહેર
author img

By

Published : Nov 20, 2021, 7:37 PM IST

  • 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'માં ગુજરાતના 3 શહેરો
  • વડોદરા 8માં અને અમદાવાદ 10માં નંબર પર
  • નંબર-1 બનવા માટે સુરત ઇન્દોરથી માત્ર 58 પોઇન્ટ પાછળ રહી ગયું

સુરત: સુરત: પીએમ નરેન્દ્ર મોદી (pm narendra modi)ના મહત્વાકાંક્ષી સ્વચ્છતા મિશન હેઠળ દર વર્ષે કરાવવામાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (swachh survekshan 2021)ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સર્વેમાં દેશના 4 હજારથી વધારે શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના સુરત (surat) શહેરે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે વડોદરા (vadodara) 8માં અને અમદાવાદ (ahmedabad) 10માં નંબરે છે.

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2021નો બીજા ક્રમનો એવોર્ડ અર્પણ

વર્ષ 2020માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતે દેશમાં બીજો ક્રમ મેળવ્યો હતો. આજે નવી દિલ્હી (new delhi) ખાતે સ્વચ્છ ભારત મિશન (swachh bharat mission) દ્વારા આયોજિત કાર્યક્રમમાં જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર ભારતમાં ફરી એક વખત સુરત શહેરે બીજા ક્રમની સિદ્ધી પ્રાપ્ત કરી હતી અને શહેરી વિકાસ મંત્રાલય (ministry of urban development) દ્વારા આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાને સ્વચ્છતા સર્વેક્ષણ 2021નો બીજા ક્રમનો એવોર્ડ અર્પણ કરાયો હતો.

સુરત ઇન્દોરથી માત્ર 58 પોઇન્ટ પાછળ રહ્યું

નંબર-1 બનવા માટે સુરત ઇન્દોરથી માત્ર 58 પોઇન્ટ પાછળ રહી ગયુ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2021ના પરિણામમાં ઈન્દોર શહેરનો પ્રથમ ક્રમ જાહેર કરાયો હતો. આ સાથે જ ઈન્દોર છેલ્લા 5 વર્ષથી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. સુરત શહેરે સ્વચ્છતા બાબતે અનેક નવા સીમાચિન્હો સર કર્યા છે. વિતેલા 5 વર્ષમાં સુરત કન્ટેનર ફ્રી સિટી બન્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર જોવા મળતી સ્વચ્છતા સાથે રાત્રી સફાઈની કામગીરીનું દેશના અનેક શહેરોમાં અનુકરણ થઈ રહ્યું છે.

સ્વચ્છતા મામલે સુરતે નવો ચીલો ચીતર્યો

લીલો અને સુકો કચરો અલગ તારવી તેનો આખરી નિકાલ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત બિલ્ડિંગ વેસ્ટ, ઈ-વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, ઓર્ગેનિક વેસ્ટના નિકાલ માટે અલગ જ પદ્ધતિ અમલમાં મુકાઈ છે. આ તમામ કામગીરીથી સુરતે એક નવો ચીલો ચીતર્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2021 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વચ્છ શહેરો માટે આપવામાં આવ્યા છે.

'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર

સૌથી સ્વચ્છ ગંગા શહેરની શ્રેણીમાં પ્રથમ સ્થાને વારાણસી

કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દોરને સતત પાંચમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. સુરતને બીજું સ્થાન મળ્યું છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ઇન્દોર પ્રથમ ક્રમે છે, ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદે ગુજરાતમાં સુરત અને આંધ્રપ્રદેશના વિજયવાડાને દેશના બીજા અને ત્રીજા સૌથી સ્વચ્છ શહેર બનવા બદલ સન્માનિત કર્યા છે. તો યુપીના વારાણસીએ કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ ગંગા શહેરની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરીને 140 કરોડની રેવેન્યુ મેળવે છે સુરત

દર વર્ષે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગને આપીને સુરત મનપા 140 કરોડની રેવેન્યુ મેળવે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં કુલ 6,000 સ્કોરમાંથી ઇન્દોર ને 5618.14 તો સુરતને 5559.21 સ્કોર મળ્યા છે. સુરત નંબર વન સ્થાન પ્રાપ્ત કરવામાં માત્ર 58 પોઇન્ટ પાછળ હતું. SLP સ્કોરમાં ઇન્દોરને 2400 માંથી 2313.38 તો સુરતને 2238.06 સ્કોર મળ્યા છે. સિટીઝન વોઇસ સ્કોરમાં સુરત સૌથી આગળ છે, જેમાં સુરતને 1800માંથી 1721.16 તો ઇન્દોરને 1705.76 સ્કોર મળ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાને સ્વચ્છતા સર્વેક્ષણ 2021નો બીજા ક્રમનો એવોર્ડ અર્પણ કરાયો હતો.

દેશમાં સુરત એકમાત્ર શહેર છે જે વેસ્ટ વોટરમાંથી રેવન્યુ જનરેટ કરે છે

સર્ટિફિકેશન સ્કોરમાં 1800માંથી સુરત અને ઇન્દોરને એક સમાન 1600 સ્કોર મળ્યા છે. મહાનગર પાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું છે કે, વર્ષ 2022માં ચોક્કસથી સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મેળવશે. દેશમાં સુરત એકમાત્ર શહેર છે કે જે વેસ્ટ વોટરમાંથી રેવન્યુ જનરેટ કરે છે. દર વર્ષે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગને આપી સુરત મહાનગરપાલિકા 140 કરોડની રેવેન્યુ મેળવે છે જે આવનાર વર્ષોમાં 500 કરોડ સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો: repeal farm law: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.