ETV Bharat / city

Minor Girl Rape Case: 40 વર્ષના અને 3 બાળકોના પિતાએ 4 વર્ષની બાળકીને પીંખી, નરાધમની પોલીસે કરી ધરપકડ - પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર

સુરતમાં 40 વર્ષના આરોપીએ 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Minor Girl Rape Case) આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપી પરિણીત છે અને 3 બાળકોનો પિતા છે. આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો.

40 વર્ષના અને 3 બાળકોના પિતાએ 4 વર્ષની બાળકીને પીંખી, નરાધમની પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Apr 19, 2022, 6:42 PM IST

સુરત: સુરતમાં (Pandesara vadod area Surat)માં ઘર પાસે રમી રહેલી 4 વર્ષની બાળકીને નજીકમાં જ રહેતા પરિચિત વ્યક્તિએ લલચાવી ફોસલાવી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પાંડેસરા પોલીસે (Pandesara Police Surat) 3 સંતાનોના પિતાની ધરપકડ કરી છે. શહેરમાં ફરી એક વખત માસૂમ બાળકી નરાધમની હવસ (Minor Girl Rape Case)નો શિકાર બની છે.

બાળકીને ફોસલાવીને ઘરે લઈ ગયો- મૂળ બિહારના (Migrants In Surat) ઓરંગાબાદના પરિવારની 4 વર્ષની બાળકી (Child Safety In Surat) રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ઘર પાસે રમતી હતી ત્યારે નજીકમાં જ રહેતા અજય પટેલની નજર માસૂમ ઉપર પડી હતી. આરોપી અલગ અલગ સ્થળે પાણીના કેરબાની ડિલિવરી કરવાનું મજૂરી કામ કરે છે. તે દિવસે પણ બપોરે કેરબા મૂકવા જતા સમયે માસૂમ બાળા (Child Abuse In Surat)ને જોઈ તેની દાનત બગડી હતી. આરોપી અજય બાળકીને લલચાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો.

આ પણ વાંચો: Dwarka Rape Case : દ્વારકામાં એક નરાધમે માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી

માતાની નજર બાળકી પર પડતાં કરી પૂછપરછ- ઘરમાં એકલતાનો લાભ લઈ અજયે માસૂમ સાથે અડપલા કર્યા બાદ દુષ્કર્મ કર્યું હતું. અડધો કલાક બાદ અજય બાળકીને તેના ઘર પાસે છોડી ચાલ્યો ગયો હતો. આ દરમિયાન નજીકમાં કપડાં ધોઈ રહેલી બાળકીની માતાની નજર બાળકી ઉપર પડી હતી. માતાએ શંકાના આધારે દીકરીને ઘરે લઇ જઇ સમજાવી હતી અને અજય ક્યાં લઇ ગયો હતો તે અંગે પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ પણ વાંચો: Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

આરોપીની પત્ની અને બાળકો બહાર ગયાં હતા- આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર (Pandesara Police Inspector) પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને જોતા અમે પોલીસની ટીમ આરોપીની ધરપકડ કરવા માટે મોકલી હતી. આરોપી 40 વર્ષીય અજય પટેલ છે અને તેની ધરપકડ તેના ઘરેથી કરવામાં આવી છે. તે મૂળ આણંદના રામનગરનો વતની છે. પત્ની અને બાળકો માર્કેટમાં ખરીદી માટે ગયા હતા ત્યારે તેણે આ દુષ્કૃત્ય કર્યું હતું. 11 વર્ષની 2 જોડિયા પુત્રીઓ અને 13 વર્ષનો તેને પુત્ર છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.