સુરત : રક્ષાબંધનના પર્વ (Rakshabandhan 2022) પર આ વખતે ખાસ રાખડીઓ ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ પર્વે પર ભાઈ, ભાભી અને બહેનનો પ્રેમ કાયમી માટે અમૃત સમાન સચવાઈ રહે તે માટે આ પર્વ પર લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ પર્વ પર રાખડીઓને (Happy Rakshabandhan 2022) લઈને અવનવી ડીઝાઈનો બજારમાં જોવા મળતી હોય છે. તેને લઈને સુરતમાં ખાસ પ્રકારની રેઝીન કેમિકલથી રાખડીઓ તૈયાર કરવામાં આવેલી છે.
રાખડીઓ પેઢીઓ સુધીને સાચવી શકાશે - રક્ષાબંધનના પર્વ પર ખાસ પર્સનલાઇઝ રાખડીઓની ડિમાન્ડ બજારમાં આ વખતે વધારે છે. ભાઈ સાથે ભાભી માટે પણ રાખડીઓનો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભાઈ અને ભાભીના પ્રોફેશન મુજબ રાખડીઓ પર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. જે ખૂબ જ ફેન્સી લાગે છે. આકર્ષક અને સુંદર હોવાની સાથોસાથ આ રાખડીઓ પેઢીઓ સુધી સાચવીને રાખી શકાય છે, કારણ કે તેને રેઝીન (Rakshabandhan Rakhis 2022) કેમિકલથી તૈયાર કરવામાં આવે છે. આ પર્સનલાઇઝ રાખડીયો પોતે આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં જે વસ્તુઓ પર્વ અને ખાસ ધાર્મિક પ્રસંગોમાં મહત્વ ધરાવે છે તેવી વસ્તુઓ આ રાખડીમાં રેઝીન કેમિકલના માધ્યમથી મૂકી વર્ષો સુધી યાદગાર બનાવીને રાખી શકાય છે.
આ પણ વાંચો : રક્ષાબંધનમાં જામનગર એસટી વિભાગને માત્ર અઢી દિવસમાં થઇ 10 લાખની આવક
ભાવનાત્મક રક્ષાબંધનની ઉજવણી - રાખડી ડિઝાઇન કરનાર ડોક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે, એલચી, લવિંગ આ રાખડીમાં વાપરવામાં આવ્યા છે. કેટલીક રાખડી એવી છે જેમાં કપૂર, સોપારી, ચોખા, આખી હળદર, ભૂંગળા અને કોઈ કોફી લવર ભાઈ હોય તો તે માટે રીયલ કોફીના બીજ વાપરવામાં આવ્યા છે. આ પર્સનલાઇઝ અલગ અલગ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેની ખૂબ જ ડિમાન્ડ છે. માત્ર ભાઈ માટે જ નહીં ભાભી (New Rakhis Designed 2022) માટે પણ રાખડીની સેટ તૈયાર કરવામાં આવી છે. કોઈ ભાઈ સીએ હોય તો તેનો ઉલ્લેખ રાખડીમાં કરવામાં આવ્યો છે અને જો કોઈ ડિઝાઇનર ભાભી હોય તો તેની માટે મોતી, સેફ્ટી પીન, સલી જેવી નાની વસ્તુઓ રાખડીમાં જોવા મળે છે. આ ડિઝાઇન થકી પર્સનલ કનેક્શન ભાઈ અને ભાભી વચ્ચે થાય છે. આવી પર્સનલાઇઝ રાખડીના કારણે એક અલગ લેવલના ભાવનાત્મક રક્ષાબંધનની ઉજવણી થાય છે.
આ પણ વાંચો : ગુજરાતી કલાકારોએ કરી રક્ષાબંધનની ઉજવણી
દેશના અલગ અલગ રાજ્યોથી ડિમાન્ડ - ડોક્ટર અદિતિ મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે, આ ખાસ રાખડીઓ માટે ઓનલાઇન માધ્યમથી દેશના અલગ અલગ રાજ્યોથી ડિમાન્ડ આવે છે. ખાસ કરીને હાલના દિવસોમાં દરેક વસ્તુઓમાં પર્સનલાઇઝ (Rakshabandhan Festival Rakhis Designed) ડિમાન્ડ વધારે જોવા મળે છે. આ વખતે આ રક્ષાબંધન પર ખાસ ડિમાન્ડ પર છે. ખાસ કરીને જે સાત ચક્ર છે તેને લઈ પણ રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ રક્ષાબંધન પર બાંધયા પછી તે જીવનભર સાથે રહેવા માટે ખાસ રેઝિન કેમિકલમાં આ વસ્તુઓ મૂકીને તૈયાર કરવામાં આવતી હોય છે જે પેઢીઓ સુધી ચાલે છે. જેની કિંમત 150 થી લઈને 500 રૂપિયા સુધીની છે.