- મેઘરાજા જુલાઈ ઓગસ્ટમાં શાંત રહ્યા બાદ સપ્ટેમ્બર મન મુકીને વરસ્યા
- સુરત જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ
- સારો વરસાદ વરસતા જગતનો તાત ગેલમાં
સુરત: રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટ મહીનામાં મેઘરાજા કઈ ખાસ મહેરબાન ન થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. ઓગસ્ટ પૂરો થઈ સપ્ટેમ્બર બેસતા મેઘરાજાની જાણે ફરી સવારી સુરત જિલ્લામાં આવી પહોંચી હતી.
સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી
સપ્ટેમ્બરની શરૂઆતથી જ સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા એવામાં આજરોજ પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થયું હતું ,સુરત જિલ્લાના માંગરોળ,ઓલપાડ, માંડવી,કામરેજ,સહિતના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થતા જગતનો તાત ગેલમાં આવી ગયો હતો. ઓગસ્ટમાં વરસાદની ઘટ રહ્યા બાદ હાલ હવામાન વિભાગ દ્વારા પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સારી આગાહી કરતા આ મહિને વરસાદની ઘટ પુરી થશેની સૌ કોઈને આશા બધાંણી હતી.
આ પણ વાંચો : ગિરનાર પર રોપ-વે તો છે, પણ જાણો શું છે પગથિયા ચડીને માં અંબાજીના દર્શનનું મહત્વ
સુરત જિલ્લાના ક્યાં તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ
વિસ્તાર | વરસાદ(MM) |
બારડોલી | 960 mm |
ઓલપાડ | 569mm |
કામરેજ | 882mm |
મહુવા | 1082mm |
પલસાણા | 879mm |
માંડવી | 517mm |
ઉમરપાડા | 885mm |
સુરત સીટી | 786mm |