ETV Bharat / city

સુરતમાં ABVPનું શિષ્યવૃત્તિ મામલે વિવેકાનંદ કૉલેજ સામે વિરોધ પ્રદર્શન - વિવેકાનંદ કૉલેજ સામે વિરોધ પ્રદર્શન

સુરત ABVP દ્વારા વિવેકાનંદ કોલેજમાં શિષ્યવૃત્તિને ફોમ ભરવાની તારીખ લંબાવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હાલ કોરોના મહામારીને કારણે ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃતિનું ફોર્મ ભરવાનું રહી ગયા છે.

સુરતમાં ABVPનું શિષ્યવૃત્તિ મામલે વિવેકાનંદ કૉલેજ સામે વિરોધ પ્રદર્શન

author img

By

Published : Mar 27, 2021, 7:56 AM IST

Updated : Mar 27, 2021, 1:23 PM IST

  • શિષ્યવૃત્તિના ફોર્મમાં તારીખ વધારી આપવા આવેદન
  • ABVP દ્વારા વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરાઇ
  • ST/SC/OBC વિભાગના વડાઓને રજૂઆત કરવામાં આવી

સુરત: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શુક્રવારે સુરત વિવેકાનંદ કોલેજમાં શિષ્યવૃત્તિને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિવેકાનંદ કોલેજ દ્વારા શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી ન હતી. કારણ કે, કોલેજના ઘણા વિદ્યાર્થીઓ કોરોના મહામારીને કારણે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું રહી ગયું હોવાથી, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનું ફોર્મ ભરાવવામાં આવે તેવી ABVP દ્વારા વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતના MTB ARTS કૉલેજના પ્રિન્સિપાલને શિષ્યવૃત્તિ માટે અપાયું આવેદન

ABVP દ્વારા SC/ST/OBCના વડાને રજૂઆત

સુરત ABVP દ્વારા સુરતના વિવેકાનંદ કોલેજમાં SC/ST/OBCના ઘણા વિદ્યાર્થીઓ હાલ કોરોનાની મહામારીને કારણે શિષ્યવૃતિનું ફોર્મ ભરી શક્યા નથી. ત્યારે, કોલેજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ફોર્મ ભરવાની તારીખ જતી રહી હોવાથી ફોર્મ ભરવામાં આવશે નહીં. આથી, શુક્રવારે ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, ABVP દ્વારા સુરતના ST/SC/OBC વિભાગના વડાઓને મળીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની લાભ મળી શકે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મોરબી ABVPએ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ટેબ્લેટના પ્રશ્ન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ABVP દ્વારા S.D. જૈન કોલેજમાં ફી બાબતે વિરોધ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને કારણે ટ્યુશન ફી અને અન્ય ફિમાં 12 ટકા જેટલી રાહત આપવામાં આવી છે. ત્યારે S. D. જૈન કૉલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલીને યુનિવર્સીટી દ્વારા બહાર પાડવામાં આવેલા ફીના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. ત્યારે, ABVP દ્વારા S. D. જૈન કોલેજના પ્રિન્સિપાલને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કોલેજની બહાર જ ABVP દ્વારા "ચોર હૈ ચોર એસ ડી જૈન ચોર હૈ" ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

Last Updated : Mar 27, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.