સુરત : કોરોનાની મહામારી વચ્ચે ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ધારાસભ્ય મુકેશ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે.
સુરતના કીમ બી.જે.પી. પરિવાર નામના ગ્રુપમાં ભાજપના જ કાર્યકર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પર કીમ વિસ્તારમાં જરૂરિયાતમંદો સુધી ન પહોંચવાનો આરોપ છે. ગ્રુપ એડમીન અને પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવા ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ કરી છે.