- પોલીસે નકલી રેમડેસીવીર બનાવવાનું કારખાનું પકડ્યું
- પોલીસને આઠ નકલી ઇન્જેક્શન મળી આવ્યા
- જયદેવસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરત: ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસીવીર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો. જોકે આ રેકેટના માસ્ટર માઈન્ડ કૌશલ વોરાએ જેને નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચ્યા હતા. તેને સુરત ક્રાઈમ બ્રાન્ચે અડાજણ પરશુરામ ગાર્ડન પાસે સી.એમ. રેસીડેન્સી પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને આઠ નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો: ભાવનગરમાં 1500ની જરૂરિયાત સામે માત્ર 600 રેમડેસીવીર ઇન્જેક્શનનું જ વિતરણ
6 વ્યક્તિની કરી ધરપકડ
મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇન્જેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા. 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. આ રેકેટમાં માસ્ટર માઈન્ડ અડાજણનો કૌશલ વોરા છે.
આ પણ વાંચો: મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો
ઇન્જેક્શનના 5 હજારથી લઇને 10 હજાર સુધી વસુલવામાં આવતા
આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીના આધારે અડાજણ પરશુરામ ગાર્ડનની પાસે વોચ ગોઠવીને જયદેવસિંહ વેલુભા ઝાલાને ઝડપી લીધો હતો. તેના ઘરની તલાશી લેતા પોલીસને 8 નકલી રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા. જયદેવસિંહ ગોલ્ડ લે-વેચ કરતી કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરે છે. જોકે આ નકલી ઇન્જેક્શન તેને કૌશલ વોરા પાસેથી મેળવ્યા હતા અને અગાઉ 134 લઈને કોરોના પેશન્ટના સગાંએ 126 ઇન્જેક્શન વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી. ઇન્જેક્શનના 5 હજારથી લઇને 10 હજાર સુધી વસુલવામાં આવતા હતા. પોલીસે જયદેવસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.