- કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર અકસ્માતમાં 15 મજૂરોના મોત
- પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી
- વાહનોના માલિક વિરોધ નોંધ્યો ગુનો દાખલ
સુરત: માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક મંગળવારના રોજ બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળતા 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.સમગ્ર મામલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
15 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા
કિમ ચાર સ્તા નજીક માંડવી રોડ પર મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા.આ ઘટનામાં કોસંબા પોલીસે ટ્રેક્ટર ચાલક, ડમ્પર ચાલક સહિત બંને વાહનોના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.જોકે ટ્રક ચાલક અને ક્લીનર તો ઘાયલ હોવાથી એમની સારવાર ચાલી રહી છે.કોસંબા પોલીસે ડમ્પર ચાલક પુનલાલ કેવટ અને ડમ્પર માલિક મનીષ રોકડ તેમજ શેરડી ભરેલા ટ્રેકટર ચાલક રમેશ પાડવી અને માલિક કોટેસિંગ વસાવા વિરુદ્ધ 279,304,308 , એમવી એક્ટ 177,184 મુજબ ગુનો નોંધી અને આગળ વધુ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન રિલીફ ફંડમાંથી મૃતકના પરિવારજનોને મળશે સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. આ સાથે જ વડાપ્રધાને મૃતક શ્રમજીવીઓના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરવાની જાહેરાત પણ કરી હતી. આ સમગ્ર સહાય પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે. વડાપ્રધાને કરેલી જાહેરાત અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાણ કરી હતી.
શ્રમજીવી રાજસ્થાનના કુશળગઢના રહેવાસી
તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હતા. અત્યારે હજી પણ કેટલાક શ્રમજીવીઓ સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.જોકે, આ ઘટનામાં છ મહિનાની બાળકીનો જીવ બચી ગયો છે.
આ પણ વાંચો :