- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતને ઓક્સિજન પ્લાન્ટ્સની આપી ભેટ
- નવી સિવિલ હોસ્પિટલમાં શહેરી વિકાસ પ્રધાન વિનુ મોરડીયા ઉપસ્થિત
- રાજયની 18 જેટલી હોસ્પિટલો ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટ્સનું સામૂહિક લોકાર્પણ
- PM કેર્સ ફંડમાંથી 4.68 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ બનાવાયા
સુરતઃ રાજ્ય સરકારે (State Government) કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરૂ આયોજન કર્યું છે, જે અંતર્ગત સરકારી હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સહિતના આરોગ્ય સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજયની 18 જેટલી હોસ્પિટલો ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટોનું સામૂહિક લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો-સાબરકાંઠાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
આ પ્લાન્ટથી 500થી 700 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પન્ન થશે
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં 1.60 કરોડ રૂપિયાના ખર્ચે PM કેર્સ ફંડમાંથી 4.68 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સ્મિમેર હોસ્પિટલમાં 80 લાખ રૂપિયાના ખર્ચે 1.87 મેટ્રિક ટન ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એલ એન્ડ ટી (L&T) અને એસ્સાર (Essar) દ્વારા પણ ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે મૂકવામાં આવ્યા છે, જેના થકી 500થી 700 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પન્ન થશે.
આ પણ વાંચો-LIVE : PM મોદીના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન
રાજ્ય પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સફળતાપૂર્ણ 20 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી
શહેરી વિકાસ પ્રધાન વિનુ મોરડિયા નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોરોના વોરિયર્સ અને કોરોના વેક્સિનેશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપ્રધાન વિનુ મોરડિયા અને સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સફળતા પૂર્ણ 20 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.