ETV Bharat / city

સુરત: મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપનારો ઝડપાયો - Photos threaten viral

સુરતમાં મહિલા નાયબ મામલતદાર 10 મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે રૂપિયા 60 હજારની ખંડણી માગી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો

author img

By

Published : Nov 9, 2020, 4:44 PM IST

  • વીડિયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપનારો ઝડપાયો
  • મહિલા નાયબ મામલતદારને આપી હતી ધમકી
  • પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરતઃ જિલ્લામાં મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપનારાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

10 મહિના પહેલા નાયબ મામલતદારનો મોબાઈલ ખોવાયો હતો

નાયબ મામલતદારે આપેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. ત્યારે 10 મહિના પછી 30 ઓકટોબરે રાત્રીના સમયે એક કોલ આવ્યો અને સામેવાળાએ હિન્દી મે બાત કરો એવુ કહેતા મહિલાએ કોલ કટ કરી નાખ્યો હતો. ત્યાર પછી અવાર નવાર કોલ આવતા હતા.

મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો

મહિલા પાસે રૂપિયા 60 હજારની માંગણી કરી

અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લિલ મેસેજ પણ કર્યો હતો. તેમજ મહિલાએ તેનું સોશિયલ મીડિયાનું અકાઉન્ટ તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવાર નવાર મેસેજ અને બિભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો અને ફોટો ડિલીટ કરવા માટે 60 હજારની માંગણી પણ કરી હતી. જો રૂપિયા નહિ આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આ ગુનો તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

સાયબર ક્રાઇમનો આ ગુનો એવા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે, જે લોકો પોતાના મોબાઇલ ફોનમાં અંગત તસ્વીરો અને વીડિયો બનાવીને રાખે છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ચેતવણીઓ આપી છે કે, કોઈ પણ વ્યક્તિએ પોતાના ફોનમાં કે સોશિયલ મીડિયા સાથે લીંક એકાઉન્ટમાં આ પ્રકારની તસ્વીરો અને વીડિયો રાખવા ના જોઈએ.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના મહિલા નાયબ મામલતદારને આ અંગે કડવો અનુભવ થયો છે. જો કે, તેઓએ આ મામલે છેતરાયા બાદ સુરત સાયબર પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે મૂળ દિલ્લીનો રહેવાસી અને હાલમાં લીંબાયત વિસ્તારમાં રહેતા નાઝીમ નઈન પટેલની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.