- સુરતમાં નકલી સેનેટાઈઝ વેચનાર 2 વ્યક્તિની ધરપકડ
- પોલીસે 7 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો
- એક સેનેટાઈઝરની કિંમત 130 રૂપિયા
સુરત: કોરોના મહામારી વચ્ચે ઠગબજો રૂપિયા કમાવા માટે ખોટા કામ કરી રહિયા છે સુરતમાં નકલી રેમડીસીવીર ઇન્જેક્શન બનાવવાનું કોભાંડ બાદ આવે શહેરમાં નકલી સેનીટાઇઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે.
7 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત શહેરના અમરોલી મોટા વરાછા ખાતે આવેલ રંગવાળી ફાર્મ હાઉસમાં નકલી સેનેટાઈઝર આરોપી જીગરભાઈ જયવંતભાઈ ભાલાળા અને નરેશભાઈ છગનભાઈ ડાભી ભેગા મળી મીથાઇલ પ્રવાહીનું મિશ્રણ કરીને ખોટી પદ્ધતિથી સેનેટાઈઝરનું મિશ્રણ બનાવીને સેનીટાઇઝરનું વેચાણ કરતા હતા પોલીસને બાતમી મળતા છાપો મારી બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને ગોડાઉનમાંથી નકલી સેનીટાઇઝર બનાવવાના સામાન સહિત કુલ રુપિયા 7,93,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ, વધુ એક ડૉક્ટરની અમદાવાદથી થઈ અટકાયત
એક સેનેટાઈઝની કિંમત 130 રૂપિયા
આરોપી મીઠાઇલ પ્રવાહીને અંકુર વેકરીયા નામના ઇસમની પાસેથી વેચાણ કરી તેઓ રંગવાડી ફાર્મ હાઉસમાં તેમના ગોડાઉનમાં સ્ટોર કરતા હતા મીઠાઇલ પ્રવાહીમાં પાણી તથા ફ્રુટ કલર અને પર્ફ્યુમ ના પ્રવાહનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને પ્રવાહીને પ્લાસ્ટિકના 5 લિટરના નાના કેરબાઓમાં કંપની સીલ બંધ કરી દેતા હતા તે તમામ કેરબાઓ ઉપર બ્લુ સ્કાય હેન્ડ સેનેટાઈઝર તથા કેરફૂલ હેન્ડ રબ સેનીટાઇઝર નામના સ્ટીકર લેબલ ચોંટાડી બજારમાં એક કેરબા પૈકી 130 રૂપિયા માં વેચાણ કરી ઓછી પડે ત્યારે વધુ રૂપિયા કમાતા હતા હાલ પોલીસે બેને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે