ETV Bharat / city

Exclusive: 7 વર્ષ પહેલા ખંડિત મંદિરે માથું ટેકવી લીધી હતી પ્રતિજ્ઞા, 25 કરોડના ખર્ચે હીરા ઉદ્યોગપતિ બનાવશે પાર્વતી મંદિર - Surat

અફઘાનથી આવેલા આક્રમણકારી મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરની ખ્યાતિથી લલચાઈને 17 વખત લૂંટ કરી મંદિર ખંડિત કર્યું હતું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે અહીં ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ મંદિરની પાસે હજી પણ માતા પાર્વતીનું ખંડિત મંદિર છે જેના જીર્ણોધ્ધારનો સંકલ્પ ફરી એક વખત એક ગુજરાતીએ કર્યો છે. આક્રમણકારીઓએ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની સાથે જે પાર્વતી મંદિરને ખંડિત કર્યું હતું તેને સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલીયા 25 કરોડથી પણ વધુના ખર્ચે બનાવશે.

Exclusive: 7 વર્ષ પહેલા ખંડિત મંદિરે માથું ટેકવી લીધી હતી પ્રતિજ્ઞા, 25 કરોડના ખર્ચે હીરા ઉદ્યોગપતિ બનાવશે પાર્વતી મંદિર

author img

By

Published : Aug 21, 2021, 8:33 PM IST

  • શિવ અને શક્તિનું મિલન કરાવશે સુરતના હીરા ઉદ્યોગપતિ
  • સરદાર પટેલ બાદ સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીમાતાના ખંડિત મંદિરનો જીર્ણોધ્ધાર
  • 25 કરોડ રૂપિયાના ખર્ચે માતા પાર્વતીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે

    સુરત : સરદાર વલ્લભભાઈ પટેલે અહીં ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ મંદિરની પાસે હજી પણ માતા પાર્વતીનું ખંડિત મંદિર છે જેના જીર્ણોધ્ધારનો સંકલ્પ ફરી એક વખત એક ગુજરાતીએ કર્યો છે. આક્રમણકારીઓએ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની સાથે જે પાર્વતી મંદિરને ખંડિત કર્યું હતું તેને સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલીયા 25 કરોડથી પણ વધુના ખર્ચે બનાવશે.

    માતા પાર્વતી મંદિરનું ઐતિહાસિક કારણ

ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી માત્ર પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ એક એવું મંદિર છે, જ્યાં મંદિરની પાસે માતા પાર્વતીનું મંદિર નથી. તેની પાછળ ઐતિહાસિક કારણ છે. અફઘાનિસ્તાનથી આવેલા મહમદ ગજનવીએ 17 વાર ગીર સોમનાથ જ્યોતિર્લિંગ પર આક્રમણ કર્યું અને મંદિર પરિસરમાં આવેલા તમામ મંદિરને ખંડિત કરી લૂંટ ચલાવી હતી. આખરે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલ દ્વારા આજ પરિસરમાં ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ આજ પરિસરમાં આવેલા પાર્વતી માતાના મંદિર હાલ પણ ખંડિત છે અને ફરી એક વખત ગુજરાતના એક પુત્રે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન શિવમાં અટૂટ આસ્થા રાખનાર સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલીયા દ્વારા માતા પાર્વતીના મંદિરના જીર્ણોધ્ધાર માટે 25 કરોડ ખર્ચ કરાશે. વિશ્વના અનેક દેશોમાં હીરાનો વેપાર કરનાર ભીખાભાઇ ધામેલીયા અમરેલી જિલ્લાના વતની છે માતા પાર્વતી માટે મંદિરની સંપૂર્ણ જવાબદારી તેઓએ ઉઠાવી છે..

સરદાર પટેલ બાદ સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીમાતાના ખંડિત મંદિરનો જીર્ણોધ્ધાર

શિવ અને શક્તિનું મિલન થાય એની તક મને મળી ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો અને આ જ મંદિરની બાજુમાં આવેલ માતા પાર્વતીના ખંડિત મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે ફરી એક વખત ગુજરાતી સામે આવ્યાં છે. ETV Bharat સાથે ખાસ વાતચીતમાં ભીખાભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, બધાંના સાથ સહકારના કારણે જ હું મંદિર બનાવવા માટે નિમિત્ત બની શક્યો છું. 1952માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે મંદિર બનાવવામાં આવ્યું તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ત્યાં અગાઉથી જ માતા પાર્વતીનું મંદિર હતું પરંતુ તે બનાવવામાં આવ્યું નહોતું. મંદિરની પાછળ જે ખંડિત પાર્વતી માતાનું મંદિર છે હું ચારથી પાંચ વખત ત્યાં ગયો ત્યારે મને લાગ્યું કે અહીં માતાજીનો મંદિર હોવું જોઈએ. અને સોમનાથ મંદિરની સામે તેનું દ્વાર હોવું જોઈએ.શિવ અને શક્તિનું મિલન થાય એની તક મને મળી.
ભીખાભાઈ ધામેલીયા દ્વારા માતા પાર્વતીના મંદિરના જીર્ણોધ્ધાર માટે 25 કરોડ ખર્ચ કરાશે
સંગેમરમરમાં માતાજીની પ્રતિમા હશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું તમામનો આભાર માનું છું. હાલ લાગી રહ્યું છે કે આ મંદિરનું નિર્માણ 25 કરોડની આસપાસ રહેશે. 7 વર્ષ પહેલાં આ ખંડિત પાર્વતી માતાના મંદિરે માથું ટેકી પ્રતિજ્ઞા લીધી હતી કે આ મંદિરનું નિર્માણ હું કરાવીશ. સંગેમરમરમાં માતાજીની પ્રતિમા હશે. મંદિર ત્રણ વર્ષની આસપાસ બનીને તૈયાર થઇ જશે. આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં વિકાસના 4 પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલારોપણ કર્યું

આ પણ વાંચોઃ સોમનાથમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ પૂર્વે મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.