- સ્વામિનારાયણ ભગવાને ૧૯૬ વર્ષ પહેલા પારસી પરિવારને આપી હતી પોતાની પાઘ અને શ્રીફળ
- મોટી સંખ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
- અમેં પાઘ નથી સાચવતા પાઘ અમને સાચવે છે
સુરત: શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતા એક પારસી પરિવાર (Parsi family of Surat)ને ૧૯૬ વર્ષ પહેલા જે સમયે ભગવાન સ્વામિનારાયણ ભારતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન તેઓ થોડા દિવસો સુરતમાં પણ રોકાયા હતા. તે સમય દરમિયાન સુરત શહેરના કમિશનરના પદ ઉપર "અહેવાલે અરદેસર કોટવાળ બહાદુર" હતા. તેમણે ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કર્યું હતું.
અહેવાલે અરદેશર કોટવાલના પિતા ધનજીશાહ બારજોરજી બહેરેમંદખાન
અહેવાલે અરદેશર કોટવાલના પિતા ધનજીશાહ બારજોરજી બહેરેમંદખાન ૧૭૭૦થી ૧૮૧૦ સુધી અંગ્રેજ સરકારની ઈન્ડિયા કંપનીમાં પોલિટિકલ એજન્ટ હતા. તેમના બે પુત્રો હતા. જેમાંથી એક અહેવાલે અર્દેશર કોટવાળ બહાદુર પ્રજા સેવામાં પોતાનું જીવન વ્યતિત કરતા હતા. તેમને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ વિશ્વ કલ્યાણ માટે ભ્રમણ કરી રહ્યા છે. અને તેઓ સુરતમાં પણ થોડા દિવસ રોકાઈ પ્રવચન કરશે. તે સમય દરમિયાન તેઓ ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કર્યું હતું.
સ્વામિનારાયણ ખુદ પોતે જ પોતાની પાઘડી ઉતારી અરદેસર કોટવાળને આપી
ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરતથી જઈ રહ્યા હતા ત્યારે તેમને આભાસ થયો કે મારી પાસે ભગવાન સ્વામિનારાયણની એવી કોઈ વસ્તુ રહેવી જોઈએ જે વસ્તુ મેં સાચવીને મૂકી રાખું અને તેની પૂજા-અર્ચના કરું, ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખુદ પોતે જ પોતાની પાઘડી (Swaminarayan Pagh) ઉતારી અરદેસર કોટવાલને આપી હતી. "એ પાઘડી આજદિન સુધી એજને એજ રીતે મુકવામાં આવી છે, સાથે શુકન માટે શ્રીફળ પણ આપ્યું હતું". પ્રસાદ સ્વરૂપે આપવામાં આવેલા પાઘડી અને શ્રીફળનું આજે દર્શન કરાવવામાં આવે છે.
મોટી સંખ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
સુરતમાં દરવર્ષે ભાઈબીજના દિવસે શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી પરિવારને ત્યાં પાઘડી અને શ્રીફળને નીહાળવા ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ખુબ જ મોટી સઁખ્યામાં જોવા મળે છે. દુર-દુરથી લોકો અહીં દર્શન કરવામાં માટે આવે છે. ભગવાન સ્વામિનારાયણના અનેક ભક્તો છે. જેઓ દેશના ખૂણા ખૂણામાં રહે છે. તે ભક્તો પણ દર્શન માટે આવે છે.
તે સમય દરમિયાન સુરત શહેરના કમિશનર હતા
આ પાઘડી અને તેની સાથે મળેલા શ્રીફળને ૧૯૬ વર્ષ થયાં છે. આ પાઘડી ખુદ સ્વામિનારાયણ ભગવાને અમારા પૂર્વજ અરદેસર કોટવાલને આપવામાં આવી હતી. તે સમયે કોટવાલ એક દરવાજો હતો. તેઓ તે સમય દરમિયાન સુરત શહેરના કમિશનર હતા. તેઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. એમને ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. જે સમય દરમિયાન ભગવાન સુરતમાં ભ્રમણ કરવા માટે આવ્યા હતા તે સમયે તેઓ સુરતના કમિશનર હતા. તે સમય દરમ્યાન તેઓએ ભગવાન સ્વામિનારાયણની સ્વાગત પૂજા-અર્ચના કરી હતી. એમને ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી.
આ પણ વાંચો: મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મામલો : સુરત કોર્ટે રાહુલ ગાંધીને આગામી તા.29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો
અમેં પાઘ નથી સાચવતા પાઘ અમને સાચવે છે
જ્યાં સુધી કોટવાલના પત્ની જીવિત હતા ત્યાં સુધી તેઓ સાચવતા હતા, અને ત્યારબાદ તેમના મોસાળ પક્ષમાં આ પાઘડી આવી અને તે દિવસથી લઈને આજદિન સુધી અમે આ પાઘડીને સાચવી રહ્યા છીએ. ઘણા બધા સ્થળોએથી લોકો આવે છે. સુરતના તો ખરા જ પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રથી વધુ લોકો આવે છે. આ પાઘડીનો સત્ત એટલે લોકોની ભાવનાઓ કહી શકાય છે. એટલે મારાં પિતા કહે છે, પાઘડીને અમે લોકો નથી સાચવતા પાઘડી અમને સાચવે છે.
આ પણ વાંચો: નવસારીના સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ, અનેકવિધ વાનગીઓ ધરાઈ