સુરત: વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા મોટાકદના કહેવાતા નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ ગુજરાત પર હાલમાં ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. એવામાં AIMIMના સુપ્રીમો અસદુદ્દિન ઓવૈસીએ (Asaduddin Owaisi AIMIM) સુરત શહેરની મુલાકાત લીધી હતી. એમના કાર્યકર્તાઓ સાથેની બેઠક બાદ તેમણે એક પત્રકાર (Asaduddin Owaisi AIMIM Press Surat) પરિષદ સંબોધી હતી. જેમા તેમણે જ્ઞાનવાપી મસ્જીદ, બેરોજગારી, મુસ્લિમોની સંસ્કૃતિઓના અધિકાર સહિત ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક રાજકીયપક્ષ પોતાના પક્ષને મજબુત અને સુરક્ષિત કરવા માટે પ્રયાસ કરે છે. એ હવે અમે પણ કરીશું.
આ પણ વાંચો: સી આર પાટીલે નામ લીધા વગર કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર, ગુજરાતમાં આવી રહ્યો છે એક મહાઠગ
ગઠબંધન કરશે: માહોલ યોગ્ય રહ્યો તો અમારી પાર્ટી પણ ગઠબંધન કરશે. અત્યારથી એના વિશે બોલવું એ ઉતાવળ ભર્યું ગણાશે. આ ઉપરાંત એવું પણ ઉમેર્યું કે, બાબરી મસ્જિદનો જે ચૂકાદો આવ્યો એ યોગ્ય નથી. એટલા માટે કારણ કે, મામલે વિખેરાઈ ગયો છે. ફેક્ટ કોઈને ખબર નથી. સૌથી વધારે બેરોજગારો અહીંયા, મોંઘવારી અહીં ખૂબ વધી ગઈ છે. ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા અને પટેલ ભાઈ-બહેનોની સંખ્યા બરોબર છે. જ્યારે જ્ઞાનવાપી મસ્જિદને લઈને સ્પષ્ટતા કરી કે, આ બધા મુદ્દાઓને ઈરાદા પૂર્વક પેદા કરવામાં આવી રહ્યા છે. એ જગ્યાએ તો એક મસ્જિદ હતી. વર્ષોથી ત્યાં નમાજ અદા કરવા લોકો આવતા હતા. ચાર દિવસ પહેલા એ મસ્જિદમાં નમાજ બંધ કરી દેવામાં આવી. મૌલવી માટેનો રૂમ હતો એ પણ બંધ કરી દીધો.
આ પણ વાંચો: લ્યો બોલો..! આ ખેડૂત માત્ર ઘાસ વાવીને મેળવી રહ્યા છે લાખો રૂપિયાની આવક, શું છે આ ઘાસ જૂઓ
આ મુદ્દાઓ પર લડીશુ: અમે આવતા રવિવારે માંગરોળ ત્યાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ કરવાના છીએ. તે ઉપરાંત તેમણે કહ્યું કે અમે વિધાનસભાની ચૂંટણી લડીશું અને વધારે સીટ ઉપર લાડીશું.એમ જો મુદ્દાઓની વાત કરવામાં આવે તો મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, વિકાસનું મુદ્દાઓ છે. આવા ઘણા બધા મુદ્દાઓને લઈને અમે સમાજની વચ્ચે જઈશું. રાજ ઠાકરે પર તમારી ઉપર કટાક્ષ કર્યો કે તે બાબતે તેમણે કહ્યું કે, કોણ છે રાજ ઠાકરે હું તમને ઓળખતો નથી. પછી તેમણે આ અંગે વાત કરવાનું ટાળ્યું હતું. 2019ના લોકસભાની ચૂંટણીમાં અમે વખત 3 લોકશભા ની સીટી ઉપરથી લડ્યા હતા. હૈદરાબાદની જનતાએ ભાજપના હરાવ્યો છે. બિહારમાં કિસનગઢ લડીયા ત્યાં ત્રણ લાખ વોટ મળ્યા હતા. 3,25,000 જેડીયુ અને 3.50.000 હજાર કોંગ્રેસ ત્યાં પણ કશે બીજેપી જીતી મેળવી નથી. એમાં