- સુરતમાં વલસાડના યોગશિક્ષિકાના અંગોનું દાન કરવામાં આવ્યું
- રોડ અકસ્માતમાં 30 સપ્ટેમ્બરે યોગ શિક્ષિકાનું થયું હતું મૃત્યુ
- યોગ શિક્ષિકાના અંગોના દાનથી 5 લોકોને નવું જીવન મળ્યું
સુરતઃ શહેરમાં વલસાડની યોગ શિક્ષિકાના અંગોનું દાન કરવામાં કરવામાં આવ્યું છે. યોગ શિક્ષિકા રંજના ચાવડા 30 સપ્ટેમ્બરે સવારે તેમના ઘરેથી તેમના બેન સાથે મોપેડ ઉપર જઈ રહ્યા હતા. તે સમયે વલસાડના ધરમપુર ચોકડી પાસે એસ. ટી વર્કશોપ સામે જ એક અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. તે વખતે તેઓ ગાડી પરથી નીચે પટકાયા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, તેમને વલસાડની લોટસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતો. ત્યાં તેમનું હોસ્પિટલ દ્વારા વગેરેની ચેક-અપ તથા સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. સિટી સ્કેનમાં તેમને બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો જથ્થો તથા ફેક્ચર હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો- અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની
ડોક્ટર્સે બ્રેઈન ડેડ થવાની માહિતી પરિવારને આપી હતી
ત્યારબાદ તેમને ત્યાંથી સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે ઓપરેશન કરી મગજમાં જામેલા લોહીના જથ્થાને દૂર કર્યું હતું. છતાં કોઈ સુધારો ન આવતા અંતે પર હોસ્પિટલના ડોક્ટરોએ રંજન ચાવડાનું બ્રેઈન ડેડ હોવાનું તેમના પરિવારને જણાવ્યું હતું. જોકે, તેઓ બચી શકે તેમ નથી. ડોક્ટરોએ સુરતની ડોનેટ લાફઈ ટીમને જાણ કરી હતી. આ ટીમ હોસ્પિટલ પહોંચીને રંજનાબેન પરિવારજનોને અંગોના દાન વિશે માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ તેમના પરિવારે અંગોનું દાન કર્યું હતું.
આ પણ વાંચો- સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું
કિડની, લીવર અને ચક્ષુઓનું દાનથી 5 વ્યક્તિને નવજીવન મળ્યું
સુરતમાં વલસાડના રંજન ચાવડા કે, જેમનું 30 સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં બ્રેઈન ડેડ થયું હતું. જોકે, તેઓ બચી શકે તેમ ન હોવાથી તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રંજનબેનની કિડની, લીવર અને આંખોના દાનથી 5 લોકોને નવજીવન મળ્યું છે.
લીવરનું સૌપ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
મૃતક રંજનબેનનું લીવર સુરતના જ કિરણ હોસ્પિટલમાં શહેરના ઉદ્યોગપતિને દાન કરવામાં આવ્યું હતું. આ લીવર ટ્રાન્સપ્લાન્ટ સમયસર કિરણ હોસ્પિટલ પહોંચી રહે તે માટે સુરત શહેર પોલીસના સહકારથી પાયલોટિંગ ગાડીઓની મારફતે ગ્રીન કોરિડોર બનાવામાં આવ્યો હતો. જોકે, સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે.
કિડની અમદાવાદ અને વડોદરા મોકલવામાં આવી
મૃતક રંજનબેનની બંને કિડની, જેમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં રાજકોટ શહેરમાં રહેતા 40 વર્ષીય મહિલાને આપવામાં આવી હતી. તો બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ આમીન હોસ્પિટલમાં 45 વર્ષની મહિલાને દાન કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં ડોનેટ લાઈફ ટીમએ બ્રાન્ડેડ વ્યક્તિઓના અંગદાન કરવાની આ છઠ્ઠી ઘટના બની છ