સુરત: બ્રેઈનડેડ કનુભાઈ વશરામભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન (Organ Donation In Surat) કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતની કિરણ હોસ્પિટલ (Kiran Hospital Surat)થી મુંબઈનું 292 કિ.મીનું અંતર હવાઈ માર્ગે 75 મિનિટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ (Hand transplant In Mumbai) મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ (Global Hospital Mumbai)માં કરવામાં આવ્યું છે.
મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો
ગામ રૂપાવટી, તાલૂકા ગારીયાધાર, જિલ્લા. ભાવનગરના વતની અને સ્નેહમુદ્રા સોસાયટી, મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને મંગળવાર તા.18 જાન્યુઆરીના રોજ સાંજે લકવાનો હુમલો (Paralysis attack cases in Surat)થતા તેઓને કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ (Brain Haemorrhage Surat)ને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 20 જાન્યુઆરીના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ કનુભાઈને બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતા મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફ (Donate life Surat)ના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કરી કનુભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.
અકસ્માતમાં હાથ કપાઈ ગયેલા વ્યક્તિઓને નવું જીવન
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાને અંગદાનનું મહત્વ સમજાવી જણાવ્યું કે તમે તમારા સ્વજનના કિડની અને લિવરનું દાન (Donation of Kidney and Liver In Surat) કરવાની ઈચ્છા વ્યક્ત કરી તે માટે તમને વંદન છે, સલામ છે, પરંતુ આપણા દેશમાં કેટલાયે વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા હોય છે અને તે વ્યક્તિઓ તેઓનું સામાન્ય જીવન જીવી શકતા નથી. જો આપ તમારા સ્વજનના કિડની અને લિવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ આપો તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલા વ્યક્તિઓને નવું જીવન મળી શકે.
કિડની અને લિવરની સાથે હાથનું દાન
કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાએ થોડો સમય લઈ કનુભાઈના પત્ની શારદાબેન સાથે વિચાર-વિમર્શ કરી કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપતા જણાવ્યું કે, અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા. તેઓ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના કિડની અને લિવરની સાથે હાથના દાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવું જીવન મળે અને તેના દ્વારા તે વ્યક્તિ અને તેના પરિવારના જીવનમાં ખુશાલી આવતી હોય તો આપ હાથનું દાન પણ કરાવો. કનુભાઈના પરિવારમાં એમના પત્ની શારદાબેન, એક પુત્રી અને 3 પુત્રો છે, જેઓ ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.
વીજ કરંટ લાગવાને કારણે બંને હાથ કપાઈ ગયા
SOTTO દ્વારા બંને કિડની અમદાવાદની IKDRC (IKDRC civil hospital ahmedabad)ને, લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus hospital Ahmedabad)ને, જ્યારે હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મીનું અંતર 75 મિનિટમાં કાપીને કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. 3 વર્ષ પહેલા કપડા સુકવતા વીજ કરંટ લાગવાને કારણે મહિલાના બંને હાથ કપાઈ ગયા હતા. મહિલાના પતિ કરિયાણાની દુકાનમાં કામ કરે છે. તેમને 6 અને 8 વર્ષની 2 દીકરી અને 4 વર્ષનો દીકરો છે. હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની પાંચમી અને દેશની વીસમી ઘટના છે.
આ પણ વાંચો: Organ Donation in Vadodara: 37 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા પરિવાર દ્વારા કરાયું અંગ દાન
2 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દાહોદના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડૉ.દિવાકર જૈન અને તેમની ટીમ દ્વારા, બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 45 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. હાથ, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે 2 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
903 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 416 કિડની, 177 લિવર, 8 પેન્ક્રીઆસ, 39 હૃદય, 26 ફેફસાં અને 320 ચક્ષુઓ સહિત કુલ 986 અંગો અને ટીસ્યુઓ તેમજ 4 હાથનું દાન મેળવીને 903 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.