સુરત: જ્વેલરી મેકિંગમાં સુરત રાષ્ટ્રીય સ્તરે હબ બની ગયું છે. અહીં અવનવી જ્વેલરી ડિઝાઇન તો જોવા મળે છે. જેની કિંમત લાખો અને કરોડોમાં હોય છે, પરંતુ ખાસ કરીને યુરોપ અને ઈટાલીમાં મહિલાઓ જે ક્રાઉન પહેરતી હોય છે તે પણ સુરતમાં તૈયાર થવા લાગ્યા છે. ઈટાલી દેશ માટે ક્રાઉન તૈયાર કરનારા કારીગર અજગરભાઈ (Surat Diamond artisan Ajagarbhai) પણ આ વાતથી પ્રફુલ્લિત થઇ જાય છે કે તેમના દ્વારા તૈયાર કરેલી જ્વેલરી વિદેશની મહિલાઓ ખૂબ જ પસંદ કરી રહી છે.
આ પણ વાંચો: એક સમયનો બેરોજગાર યુવાન, આજે બનાવે છે બોલિવુડ માટે જ્વેલરી
કામ સ્પષ્ટ નહીં હોય તો કોઈપણ જગ્યાએ કામ કરી ન શકાય: અજગરભાઈ
અજગરભાઈએ જણાવ્યું હતું કે, હું ધોરણ- 8 સુધી (8 standard pass artisan) જ ભણ્યો છું. હું અગાઉ કાપડના ધંધામાં કામ કરતો હતો. વ્યવસાય સારો નહીં લાગતા હું જ્વેલરી મેકિંગ વ્યવસાયમાં આવ્યો હતો. અહીં કંપની પણ સારી છે અને જમવા માટે પણ આપે છે. અગાઉ પરિસ્થિતિ સારી ન હતી. પિતા અવસાન પામ્યા હતા. હાલ માતા, પત્ની અને બાળકો છે. અહીંથી જે પણ કમાવું છું તે તેમને આપું છું. હું અહીં સોના- ચાંદીના મુગટ બનાવું છું. સોના અને ચાંદીના મારા દ્વારા બનાવવામાં આવેલા મુગટ ઇટાલીમાં જાય છે. અમારું સારું કામ છે એ માટે વિદેશ સુધી અમારી બનાવેલી જ્વેલરી જાય છે. કામ સ્પષ્ટ નહીં હોય તો ક્યારેય પણ કોઈપણ જગ્યાએ કામ કરી શકીએ એમ નથી.
આ પણ વાંચો: મુસ્લિમ બિરાદરે બનાવ્યો ભગવાન સ્વામિનારાયણનો આ અદ્દભૂત મુકુટ
ઘણા રત્નકલાકારોની છે આ સ્થિતિ
સુરતમાં ઘરેણાં બનાવતા અજગરભાઈ એક માત્ર રત્નકાર નથી કે જેમની આ સ્થિતિ છે. ઘણાં કારીગર છે કે જેઓ ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારથી આવે છે. ધોરણ 10થી પણ ઓછું ભણેલા કારીગર આજે વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી (Artisans making jewelery in Surat) બનાવી રહ્યા છે.
કારીગરો પોતાની આગવી કળાથી બનાવી રહ્યાં છે વિવિધ આભૂષણો
સુરતની જ્વેલરીની ચમક (Diamond artisan Surat) પાછળ કારીગરો તનતોડ મહેનત કરી કરોડો રૂપિયાના આભૂષણો બનાવી રહ્યા છે. તેમાં અભણ અને ઓછું ભણેલાં કારીગરો પણ પોતાની કળા બતાવી રહ્યા છે. આ કળાથી ભારતમાંં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં સુરતનો ડંકો (Diamond Market of Surat) વગાડી રહ્યાં છે. આ કારીગરો પોતાની આગવી કળાથી વિવિધ આભૂષણો બનાવી રહ્યાં છે. કોઈએ મુસ્લીમ બિરાદર હોવા છતાં ભગવાન સ્વામિ નારાયણ માટે મુગટ બનાવ્યો છે. તો કોઈ ખેતમજૂર હોવા છતાં મહિલાઓ માટે લાખો રૂપિયાની હીરાની ચોટલીઓ તૈયાર કરી રહ્યું છે.