સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં (Surat Fire Department in Action) ફાયર વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ (Surprise checking at Surat New Civil Hospital) કર્યું હતું. તે સમયે હોસ્પિટલમાં ફાયરના સાધનોનો અભાવ (Lack of fire safety in hospital) હોવાનું સામે આવતા ફાયર વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી દીધી છે. આ પહેલા પણ હોસ્પિટલને નોટિસ મળી ચૂકી છે.
આ પણ વાંચો- Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન
શહેરની તમામ હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ - નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિંડ-19 હોસ્પિટલમાં ફાયર વિભાગે (Surat Fire Department in Action) સરપ્રાઈઝ ચેકિંગ (Surprise checking at Surat New Civil Hospital) કર્યું હતું. સાથે જ ફાયરની ટીમને ચેકિંગ દરમિયાન ICUમાં લગાવવામાં આવેલા ફાયરના સાધનોમાં અભાવ જણાયો હતો. તેને જોતા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં (Notice to New Surat Civil Hospital for lack of Fire Safety) આવી છે. કહી શકાય છે કે, ફાયર વિભાગ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે દરમિયાન 42 જેટલી હોસ્પિટલોમાં ફાયરના સાધનોમાં અભાવે (Lack of fire safety in hospital) સીલ મારવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- Fire Safety: જૂનાગઢમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 74 શાળા પાસે શિક્ષણ વિભાગે ખૂલાસો માગ્યો
ફાયર અધિકારીઓ ચોંકી ગયા - આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિંલ્ડીંગ, કિડની બિલ્ડિંગ તથા ટ્રોમા સેન્ટરમાં ફાયર સિસ્ટમને લઈને ફાયર સાધનોમાં (Lack of fire safety in hospital) તપાસ દરમિયાન સંખ્યાબંધ ખામીઓ જણાતા ફાયર અધિકારીઓ ચોકી ગયા હતા. આ સાથે જ હોસ્પિટલના ICUમાં પણ ફાયરના સાધનોમાં ખામીઓ જણાતા હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ICUમાં આગના સમયે અવરોધક પરદા, બેડશિટ અને છત પણ યોગ્ય પ્રકારની જ જણાતા તમામ બાબતને લઈને ફાયર વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી છે.
આ બાબતને લઈને સુરત ફાયર વિભાગના એડિશનલ ચીફ વસંત પરીખે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલને ફાયર સાધનોના અભાવે આ પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી. અને આજે ફરીથી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. ICUમાં વેન્ટિલેટર, એસી, ફિલ્ટર સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણ દર મહિને મેઈન્ટેનન્સ વિભાગ દ્વારા ફાયર વિભાગમાં જમા કરાવવાની હોય છે, પરંતુ તે પણ જમા કરવામાં આવતું નથી. આને લઈને આ તમામ મુદ્દે સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં (Notice to New Surat Civil Hospital for lack of Fire Safety ) આવી છે.