ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરતમાં કાયદો, વ્યવસ્થા, સુરક્ષા અને સલામતી જાળવવા સુરત પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ શહેરીજનો માટે શાંતિભર્યા માહોલમાં ઉજવાય તેવા ઉમદા હેતુથી SRP અને સ્થાનિક પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ સુરત પોલીસ કમિશનરે આપ્યો છે. શહેરીજનોની સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઓવરબ્રિજ પરથી પસાર થતા સમયે ટુ-વ્હીલર વાહન ચાલકોના ગળાના ભાગે ધારદાર દોરો આવી જવાના કારણે ગંભીર પ્રકારની ઇજા થવાની શક્યતા વધુ રહે છે. આવા અકસ્માતથી બચવા માટે બે દિવસ ઓવર બ્રિજનો ઉપયોગ ટાળવો જોઈએ. આ અંતર્ગત બે દિવસ માટે શહેરના ઓબરબ્રિજ પરથી ટુ -વ્હીલ વાહન ચાલકોના અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
લોકો શાંતિભર્યા માહોલમાં ઉત્તરાયણનો પર્વ ઉત્સાહ અને ઉમંગથી માણી શકે, તે માટે પોલીસ કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જાળવવા પણ સજ્જ છે.