- બુલેટ ટ્રેન રૂટ પર આવનાર હજારો વૃક્ષોના નિકંદન કરવામાં આવશે
- NHSRL અન્ય જગ્યાએ 75,000 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા
- એક વૃક્ષની જગ્યાએ પાંચથી સાત વૃક્ષો લગાવી રહ્યાં છે
સુરત: દેશના સૌપ્રથમ અમદાવાદથી મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ઘણા પર્યાવરણવિદ દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. સૌથી મોટો પ્રશ્ન આ પ્રોજેક્ટના રૂટ પર વૃક્ષોના નિકંદન અંગેનો છે. બુલેટ ટ્રેન રૂટ પર આવનાર હજારો વૃક્ષોના નિકંદન કરવામાં આવશે પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે અને પર્યાવરણના સંરક્ષણ માટે NHSRLએ જણાવ્યું છે કે તેઓ આ પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા જઈ રહ્યાં છે. તેઓ પર્યાવરણ બચાવવા માટે એક વૃક્ષની જગ્યાએ સાત વૃક્ષ લગાવશે. આ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં NHSRL દ્વારા અમદાવાદથી વાપી વચ્ચે 7,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે…
વૃક્ષારોપણ અને રિપ્લાન્ટિંગની લેવામાં આવી રહી છે કાળજી
રેલવેના આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ સ્ટેશનથી લઈ ડેપો ઇકો ફ્રેન્ડલી છે. અત્યાર સુધીમાં 7,000થી વધુ વૃક્ષારોપણ થયું છે જે વળતર, વાવેતર, એનવીપી ખર્ચ અને અન્ય વૃક્ષો કાપવા અને સંબંધિત કાયદા નિયમો હેઠળ વૈધાનિક સંસ્થાઓ દ્વારા લાદવામાં આવેલા નિશ્ચિત મૂલ્યોની કિંમત ઉપરાંત છે. NHSRL દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફૉરેસ્ટ એકટ 1980 મુજબ અનિવાર્ય વૃક્ષારોપણ ઉપરાંત અનેક સ્થળો પર પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વૃક્ષોનું રિપ્લાન્ટિંગથી લઈ નવાછોડોના રોપણ સુધીની તમામ કાળજી લેવામાં આવે છે.
પર્યાવરણ લક્ષી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ગ્રીન પ્રોજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા મળીને ગ્રીન રેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે NHSRL દ્વારા ખાસ પર્યાવરણ લક્ષી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી રહ્યાં છે. આ જ કારણ છે કે NHSRL દ્વારા હજારોની સંખ્યામાં વૃક્ષો વાવી વિકાસના કાર્યો સાથે પર્યાવરણની જાળવણી માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઉપરાંત પર્યાવરણની સુરક્ષા માટે અન્ય જગ્યાએ 75,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.