સુરત શહેરમાં 36મી નેશનલ ગેમ્સના (national games gujarat) ભાગરૂપે આજથી 4 દિવસીય ટેબલ ટેનિસ ગેમ્સનો પ્રારંભ થયો છે. ત્યારબાદ અહીં 1થી 6 ઓક્ટોબર બેડમિન્ટનની રમત પણ રમાશે. ઈન્ડોર સ્ટેડિયમમાં (indoor stadium surat) યોજાનારી આ બંને ગેમ્સમાં 147 ખેલાડીઓ ભાગ લેશે. જોકે, આજે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા હતા.
6 શહેરમાં રમાશે નેશનલ ગેમ્સ મહત્વનું છે કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં નેશનલ ગેમ્સ રમાશે. ત્યારે સુરતમાં આજથી 4 દિવસીય ટેબલ ટેનિસ ગેમ્સનો પ્રારંભ થયો છે. આ ગેમ્સ (national games gujarat) ગુજરાત, મહારાટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેલાડીઓ વચ્ચે રમાડવામાં આવશે.
બેડમિન્ટનની પણ રમાશે રમત ઈન્ડોર સ્ટેડિયમમાં (indoor stadium surat) આજથી શરૂ થયેલી આ ગેમ્સ પછી અહીં 1થી 6 ઓક્ટોબર દરમિયાન બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને ગેમમાં કુલ 147 ખિલાડીઓ છે. અહીં સ્પોર્ટ્સના કોચ, અધિકારી સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ખેલાડીઓએ ગેમ્સ પહેલા અહીં પ્રેક્ટિસ (national games players practice) પણ કરી હતી.