- લોકડાઉનના સમયથી વેતન અત્યાર સુધી રત્ન કલાકારોને આપવામાં આવ્યા નથી
- ડાયમંડ વર્કર યુનિયનના પ્રદેશ ઉપપ્રમુખ ભાવેશ ટાંકેની રજૂઆત
- કારખાનાઓ બંધ રાખવામાં આવશે તો રત્નકલાકારોની સ્થિતિ વધુ કફોડી બનશે
સુરતઃ શહેરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રોજે સાડા 500 થી વધુ કેસ શહેર અને જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. તેના લીધે તંત્રની ચિંતા વધી ગઈ છે. ગયા અઠવાડિયે તંત્ર દ્વારા શનિવાર રવિવાર કાપડ માર્કેટ અને રવિવાર સોમવાર હીરાના કારખાના બંધ રાખવાની સુચના આપવામાં આવી હતી. છતા હીરા ઉદ્યોગ દ્વારા તંત્રની સુચનાની અવગણના કરી સોમવારના રોજ કતારગામ સહિત વિસ્તારોમાં કારખાના ચાલું રહ્યા હતા. કારખાના બંધ કરવા પહોંચેલા પાલિકાના કર્મચારીઓને નાના કારખાનેદારો અને રત્ન કલાકારોએ ધક્કે ચડાવી ભગાડી મૂક્યા હતા. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
રત્ન કલાકારોના વેતનને લઇને ચાલે છે સુપ્રીમ કોર્ટમાં કેસ
ડાયમંડ વર્કર યુનિયનના પ્રદેશ ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરી છે કે કોઈપણ પ્રકારે હીરા ઉદ્યોગના કારખાનાઓ બંધ રાખવામાં આવે નહીં છેલ્લા એક વર્ષથી લોકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારથી રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની છે. તો હાલ પણ કારખાનાઓ બંધ રાખવામાં આવશે. તો તેઓને વધુ નુકસાન થશે. લાખો રત્નકલાકારોની સ્થિતિ વધુ કફોડી બનશે. હાલ પણ લોકડાઉનના સમયથી વેતન અત્યાર સુધી રત્ન કલાકારોને આપવામાં આવ્યા નથી અને તેનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આપણ વાંચોઃ સરકારે કહ્યું વધતા કોરોનાના કેસ માટે રત્નકલાકારો જવાબદાર, રત્નકલાકારોમાં ભારે રોષ
કારખાનાઓ બંધ કરવામાં આવશે તો મજૂરોને મુશ્કેલી
રત્ન કલાકારોના કારણે કોઈ કોરોના સંક્રમણ વધતું નથી લોકડાઉન સમયે 15 જેટલાં રત્ન કલાકારોએ આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરી હતી. તેમના પરિવારને અત્યાર સુધી પણ કોઈ આર્થિક સહાય મળી નથી અને હાલ પણ જો કારખાના બંધ રાખવામાં આવે તો તેવી જ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. રત્ન કલાકારોના કારણે કોઈ કોરોના સંક્રમણ વધતું નથી. રત્ન કલાકારો ઘંટી પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સાથે બેસતા હોય છે પરંતુ કારખાનાના માલિકની લાલચના કારણે આવી સ્થિતિ સર્જાતી હોય છે.