ETV Bharat / city

પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી - વોન્ટેડ ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)માં 13,500 કરોડ રૂપિયાની લોન ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીને ક્યારે ભારત પાછો લવાશે તેની સુરતમાં રહેતા હીરાના વેપારીઓ રાહ જોઈ રહ્યા છે. મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી. તો જાણો હીરા ઉદ્યોગમાં મેહુલ ચોક્સીનો ભુતકાળ...

SURAT
SURAT
author img

By

Published : Jun 2, 2021, 1:48 PM IST

  • માલામાલ થવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી
  • મેહુલ ચોકસી મુંબઈથી સુરતમાં અનેકવાર વેપાર માટે આવતો
  • એક્સપોર્ટ કરનારા લોકો બેન્કની નજરમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતા

સુરત: પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)માં 13,500 કરોડ રૂપિયાની લોન ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીને ક્યારે ભારત પાછો લવાશે તેની સુરતમાં રહેતા હીરાના વેપારીઓ રાહ જોઈ રહ્યા છે. મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી. સુરતના હીરા વેપારીના જણાવ્યા મુજબ એ જાણતો હતો કે, આ ઉદ્યોગમાં મોટી છાપ ઉભી કરવી હશે તો સુરતના વેપારીઓને પોતાની તરફ આકર્ષિત કરવા જરૂરી છે.

પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી

PNB લોન ફ્રોડ કેસ (PNB loan fraud case)માં વોન્ટેડ ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી(Mehul choksi) ને લાવવા આઠ સભ્યોની ટીમ ડોમિનિકામાં પડાવ નાખ્યો છે. બીજી તરફ દેશમાં રહેતા હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને વેપારીઓની નજર આ કેસ પર છે. સુરતના હીરા ઉદ્યોગપતિ કીર્તિ શાહ છેલ્લા ઘણા વર્ષોથી આ બ્લોગ સાથે સંકળાયેલા છે તેઓએ અનેક વાર મેહુલ ચોકસી સાથે વેપાર પણ કર્યો છે. કીર્તિ શાહે જણાવ્યું હતું કે, મેહુલ ચોકસી (Mehul choksi)એ 30થી 35 વર્ષ પહેલા સુરતમાં વેપાર શરૂ કર્યો હતો. ત્યારે તે પોતાની છાપ બનાવવા માંગતો હતો. તમામ વેપારીઓ તેનાથી આકર્ષિત થાય એ વિચાર મેહુલ ચોકસીનો હતો.

આ પણ વાંચો: ફરાર હીરાના વેપારી મેહુલ ચોક્સી(Mehul Choksi)ને ડોમિનિકાના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યો

મુંબઈથી સુરતમાં અનેકવાર વેપાર માટે આવતો

આખા વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ સુરત થતું હોય છે. કીર્તિ શાહે જણાવ્યું હતું કે, પોલિશ ડાયમન્ડ ખરીદી માટે શરૂઆતથી જ સુરત એક હબ છે અને આ વાત મેહુલ ચોકસી જાણતો હતો. 30થી 35 વર્ષ પહેલા તે મુંબઈથી સુરતમાં અનેકવાર વેપાર માટે આવતો હતો. શરૂઆતમાં સુરતથી હીરાની ખરીદી કરનાર વેપારીઓની સંખ્યા ઓછી હતી અને આ વાત મેહુલ ચોક્સી (mehul choksi) જાણતો હતો. આજ કારણ છે કે, સુરતના વેપારીઓ પાસેથી પોલિશ્ડ ડાયમંડ 5થી10 ટકા સુધી વધારે આપી વેપારીઓ પાસેથી ખરીદતો હતો. તેની છાપ બજારમાં ખૂબ મોટી બની ગઈ હતી. ત્યારબાદ સુરતના વેપારીઓને પેમેન્ટ વધારે આપવાની શરૂઆત કરી અને એક પછી એક સુરતના તમામ વેપારીઓ તેને હીરા વેચવા લાગ્યા હતા. સુરતના 70થી 80ટકા વેપારીઓ વધારે પૈસા મળતા માત્ર મેહુલ ચોક્સીને જ હીરાનું વેચાણ કરતા હતા.

એક્સપોર્ટ કરનારા લોકો બેન્કની નજરમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતા

કીર્તિ શાહે વધુમાં જણાવ્યું હતું કે, વધારે પેમેન્ટ આપી ડાયમન્ડ ખરીદવા પાછળનો મેહુલનો મોટો પ્લાન હતો. વર્ષો પહેલા જ્યારે ડાયમન્ડ એક્સપોર્ટ કરવામાં આવતા હતા ત્યારે એક્સપોર્ટ ડ્યુટી ન હતી. જેથી વધારે ટેક્સ પણ લાગતો નહોંતો. તે સમયે વધારે એક્સપોર્ટ કરનાર લોકો બેન્કની નજરમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતા હતા. વધારે હીરા એક્સપોર્ટ કરવાને કારણે બેન્કિંગ ડોક્યુમેન્ટ ખૂબ જ મજબૂત થઈ ગયા હતા અને તેને કારણે મોટી લોન મળી શકી હતી. મેહુલ ચોક્સી જાણતો હતો કે, વધારે હીરા વિદેશમાં નિકાસ કરીશ તો બેન્કો મને વધારે મોટી લૉન આપશે. આજ કારણ હતું કે, તે સુરતના વેપારીઓ પાસેથી વધારે કિંમત આપી હીરા ખરીદતો હતો અને તેનું એક્સપોર્ટ કરતો હતો.

આ પણ વાંચો:Mehul Choksi case: આજે ડોમિનિકા કોર્ટમાં થશે સુનાવણી, ભારતીય અધિકારી રજૂ કરશે પુરાવા

સમયસર પેમેન્ટ આપતો નહોંતો

કીર્તિ શાહે જણાવ્યું હતું કે, 20થી 25 વર્ષ પહેલા તેમણે પણ મેહુલ ચોક્સી સાથે વેપાર કર્યો હતો. ત્યારે રફ ડાયમંડ જ્યારે અન્ય દેશમાંથી આવતા હતા ત્યારે 120 દિવસ લાગતા હતા. ચોક્કસથી મેહુલ વેપારીઓને વધારે પેમેન્ટ આપતો હતો પરંતુ જ્યારે પેમેન્ટ આપવાની વાત આવતી હતી તો તે સમયસર પેમેન્ટ આપતો નહોતો. જેથી કીર્તિ શાહે તેની સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ અન્ય વેપારીઓ વધારે પેમેન્ટની લાલચમાં તેની સાથે વેપાર ચાલુ રાખતા હતા. ભલે પેમેન્ટ મોડું મળે પરંતુ મેહુલ તેમને અન્ય વેપારી કરતા વધારે પૈસા આપતો હતો. મેહુલ પોતાની કંપની ગીતાંજલીને એક બ્રાન્ડ તરીકે ઉભી કરવા માંગતો હતો જેથી દેશ-વિદેશમાં તેનું નામ થાય અને તેના વેપાર થકી જ લોન મેળવી શકે.

સિન્થેટિક હીરાની ભેળસેળ કરી વેપાર કરનાર મેહુલ ચોક્સી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેહુલ માત્ર નેચરલ ડાયમન્ડ જ નહીં પરંતુ CBD ડાયમંડ એટલે કે સિન્થેટીક ડાયમન્ડનો પણ વેપાર કરતો હતો. ભેળસેળ કરી વેપાર કરનાર મેહુલ ચોક્સીના કારણે હીરા ઉદ્યોગનું નામ ખરાબ થયું છે એક વખત એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી કે બેન્ક કૌભાંડના કારણે કોઈપણ બેન્ક સુરતના હીરાના વેપારીઓને લોન આપવાનું બંધ કરી દીધુ હતું.

નીરવ પણ પોતાના મામાની જેમ પોતાની અલગ છાપ ઉભી કરવા માંગતો હતો.

નીરવ મોદી (Nirav Modi) અને મેહુલ બન્ને મામા-ભાણેજ છે આ અંગે કીર્તિ શાહે જણાવ્યું હતું કે, નીરવ મોદીના પિતા દિપક મોદી સાથે તેઓ વેપાર કરી ચૂક્યા છે. નીરવનો જન્મ બેલ્જિયમ ખાતે થયો હતો પરંતુ તેને હીરાઉદ્યોગ અંગેની તમામ જાણકારી અને કઈ રીતે વેપાર કરી શકાય એ સંબંધી કામકાજ અંગેની વિગતો મેહુલ ચોક્સી સાથે કામ કરીને મળતી હતી. નીરવ પણ પોતાના મામાની જેમ પોતાની અલગ છાપ ઉભી કરવા માંગતો હતો. તેને પણ મામાની જેમ પૈસા વધારે આપવાનું અને પોતાની એક અલગ શાખ ઉભી કરવાનું શરૂ કર્યું હતું. દેશ-વિદેશમાં વેપાર શરૂ કરતા બન્નેએ મળીને બેન્ક સાથે કૌભાંડ આચર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.