- સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
- 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
- 10 દિવસ અગાઉ જ સુરત આવ્યો હતો
સુરત : નેપાળથી યુવતીઓને લાવીને જબરદસ્તી દેહવ્યાપારમાં ધકેલનારા શખ્સ વિરુદ્ધ 20થી વધુ ગુના નોંધાયા છે. છેલ્લા 4 વર્ષથી ફરાર આ શખ્સ 10 દિવસ પહેલા જ સુરત આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળતા ઈચ્છાપુરા ખાતે આવેલી કાસા રિવા હોટલ પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી નેપાળી યુવાન સાથે મળીને નેપાળી યુવતીઓ પાસે સુરતના વેસુમાં દેહવ્યાપાર કરાવતો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયા છે 24 જેટલા ગુનાઓ
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 4 વર્ષથી નસતા ફરતા દેહવ્યાપાર માટે સક્રિય એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી નામ શિવા રામકુમાર ચૌધરી છે.જેને શહેરના ઈચ્છાપુર પાસે આવેલી ભાટપોર ગામની કાસા રીવા હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધી આ આરોપી વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં કુલ ૨૪ જેટલા ગુનાઓ નોંધાયા હતા. જેને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી વિરુદ્ધ પૂણેના પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ છે ફરિયાદ
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 4 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ધરપકડ કરવામાં આવી છે. આરોપી નેપાળથી યુવતીઓ લાવીને જબરદસ્તી દેહવ્યાપાર કરાવતો હતો. આ આરોપી વિરૂદ્ધ સુરત પોલીસ દ્વારા 24 જેટલા ગુના નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂણેમાં મકોમા સંગઠિત ગુનામાં પણ સંડોવણી હતી. આ હિસ્ટ્રીશીટરને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ સિવાય તેના વિરૂદ્ધ રાજસ્થાનના જયપુરમાં પણ ગુના નોંધાયા છે તથા 4 વર્ષ પહેલા પૂણે પોલીસ દ્વારા નગર રોડ ખાતે આવેલ હયાત હોટેલમાં પોલીસ દ્વારા છાપો મારીને ખૂબ જ મોટું સેક્સ રેકેટ પકડી પાડયું હતું.