- 18 સેપ્ટમ્બરના રોજ વર્લ્ડ બામ્બુ ડે છે
- વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો બામ્બુની સાઈકલનો વીડિયો જોયો હતો
- બામ્બુ સાઈકલ માત્ર સુરતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ વખણાઇ રહી છે
સુરત : 18 સેપ્ટમ્બરના રોજ વર્લ્ડ બામ્બુ ડે છે, ત્યારે મળો સુરતના એક વિદ્યાર્થીને જેણે લોકડાઉનના સમયનો સદુપયોગ કરી બનાવેલી બામ્બુ સાઈકલ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પણ વખણાઇ રહી છે. હાલમાં યુરોપના નાગરીકે કુશ જરીવાલા પાસેથી આ બામ્બુ સાઈકલ મંગાવી છે.
પુસ્તક, ગૂગલ તેમજ યુ ટયૂબ પર રિસર્ચ કરી ખાસ બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી
આજે વિશ્વ વાંસ દિવસ છે, ત્યારે સુરતના ધોરણ-12ના વિદ્યાર્થીએ બનાવેલી વોટરપ્રૂફ બામ્બુ સાઈકલની માંગ અનુ દેશમાં પણ છે. સુરતના 17 વર્ષીય કુશ જરીવાલાએ લોકડાઉનના સમયમાં પ્રકૃતિપ્રેમી વ્યક્તિનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયોમાં બામ્બુની સાઈકલ જોઈ હતી. ત્યારબાદ તેને તેવી જ સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો હતો અને સાઈકલ બનાવવા માટે જરૂરી પુસ્તક, ગૂગલ તેમજ યુ ટયૂબ પર રિસર્ચ કરી ખાસ બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી હતી.
સાઈકલ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે
આ સાઈકલ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે. પર્યાવરણપ્રેમી ઋષિકુમારની સાઇકલ વખણાઈ હતી, પરંતુ દેશ-વિદેશોમાં પણ તેની ચર્ચાઓ જોવા મળી હતી. જેને લઇને યુરોપિયન નાગરિકે કુશનો સંપર્ક કર્યો હતો અને આ સાઇકલની માંગણી કરી હતી. જેને કુરિયર કરવામાં આવી છે.
સાઈકલ 150 કિગ્રા સુધીનું વજન ઉંચકી શકે છે
કુશ જરીવાલાએ જણાવ્યું હતું કે, મને ફિનલેન્ડથી ફોન આવ્યો હતો. મારું ભણતર પૂરું થયા બાદ મેં કામગીરી કરવાની વાત કરી હતી. બે દિવસ અગાઉ આ કામ પૂરું કર્યું છે. સાઇકલ માટે બામ્બુ મહારાષ્ટ્રથી આવે છે. આ ખાસ પ્રકારના ડેન્ડોકોલામલ સ્ટોકસી બામ્બુ ખૂબ જ મજબૂત હોય છે અને તે ગુજરાતમાં મળતા નથી. આ સાઈકલ 150 કિગ્રા સુધીનું વજન ઉંચકી શકે છે.