ETV Bharat / city

5 કરોડ રૂપિયાની ખંડણી માંગવા મામલે ભૂમાફિયાની ધરપકડ

સુરતમાં રહેતા બિલ્ડર મનજીભાઈ લક્ષ્મણભાઈ બેલડીયાની વેસુની જમીનમાં બોગસ સાટાખત બનાવી જમીન હડપ કરવાની કોશિશ કરી 5 કરોડ રુપિયાની ખંડણી માંગવા મામલે ભૂમાફિયા રમેશ ભાદાણીની ક્રાઇમબ્રાંચે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે.

5 કરોડ રુપિયાની ખંડણી માંગવા મામલે ભૂમાફિયાની ધરપકડ

author img

By

Published : Mar 7, 2021, 10:18 AM IST

Updated : Mar 7, 2021, 2:17 PM IST

  • જમીનમાં બોગસ સાટાખત બનાવી જમીન હડપ કરવાની કોશિશ કરી
  • બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી
  • ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની કરી અટક
  • પોલીસે રિમાન્ડ મેળવ્યા

આ પણ વાંયોઃ અમદાવાદમાં ફરી ખંડણીની ઘટના સામે આવી, 1ની ધરપકડ, 9 ફરાર

સુરત: શહેરમાં રહેતા બિલ્ડર મનજીભાઈ લક્ષ્મણભાઈ બેલડીયાની વેસુની જમીનમાં બોગસ સાટાખત બનાવી જમીન હડપ કરવાની કોશિશ કરી 5 કરોડ રુપિયાની ખંડણી માંગવા મામલે ભૂમાફિયા રમેશ ભાદાણીની ક્રાઇમબ્રાંચે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે તેને કોર્ટેમાં રજૂ કરતા તેના શનિવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ રહેતા 51 વર્ષીય બિલ્ડર મનજીભાઈ લક્ષ્મણભાઈ બેલડીયાની વેસુ સ્થિત આવેલી જમીનની મૂળ મહિલા માલિકના બોગસ અંગૂઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને વેચાણ કરાર બનાવી કોર્ટમાં દાવો કરવાની ધમકી આપી હતી. ધમકી આપીને પચાવી પાડવાનો પ્રયાસ કરી તેમાંથી બચવા રૂ.5 કરોડની માંગણી કરનાર રમેશ ભાદાણી ઉપરાંત 2 એડવોકેટ, સ્ટેમ્પ વેન્ડર સહિત 6 વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગત 19 ફેબ્રુઆરીના રોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંયોઃ એક કરોડ રુપિયાની ખંડણી મામલે વધુ 4 આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ

ક્રાઈમ બ્રાન્ચની કામગીરી

આ બનાવમાં મનજીભાઈના ભાગીદારે પણ જમીનમાં ઘુષણખોરી કરી ધાકધમકી આપનાર રૂંઢ ગામના બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બંનેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ભૂમાફિયા રમેશ ભાદાણીની ક્રાઇમ બ્રાન્ચે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર લાવી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા તેના શનિવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

Last Updated : Mar 7, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.