ETV Bharat / city

L and T Heavy Engineering Hazira: 1,200 ટન વજનવાળા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર્સ વિદેશ રવાના, હજીરામાં કરવામાં આવ્યું નિર્માણ - મોનો ઇથિલિન ગ્લાયકોલનું ઉત્પાદન

એલએન્ડટી કંપનીએ ગુજરાતના હજીરા (L and T heavy Engineering Hazira)માંથી 1,200 ટન વજન ધરાવતા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર (ethylene oxide reactor surat) વિદેશમાં મોટા પેટ્રોકેમિકલ સંકુલને રવાના કર્યા હતા. તેનું નિર્માણ સુરત નજીક હજીરામાં એલ એન્ડ ટીના અદ્યતન હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સમાં થયું હતું.

L and T heavy Engineering Hazira: 1,200 ટન વજનવાળા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર્સ વિદેશ રવાના, હજીરામાં કરવામાં આવ્યું હતું નિર્માણ

author img

By

Published : Jan 11, 2022, 6:42 PM IST

Updated : Jan 11, 2022, 6:54 PM IST

સુરત: લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જિનિયરિંગ કંપની (larsen & toubro ltd surat)એ ગુજરાતના હજીરામાંથી 1,200 ટન વજન ધરાવતા એક એવા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર (ethylene oxide reactor surat) વિદેશમાં મોટા પેટ્રોકેમિકલ સંકુલને રવાના કર્યા હતા. કોવિડ-19 મહામારીની પ્રથમ લહેર (corona first wave in gujarat) દરમિયાન વર્ષ 2020માં આ જ ક્લાયન્ટને એલએન્ડટી દ્વારા આ જ પ્રકારના 4 રિએક્ટર્સ (ethylene oxide reactor by l&t) પૂરા પાડવામાં આવ્યાં પછી આ પુનરાવર્તિત ઓર્ડર હતો.

એલએન્ડટીના અદ્યતન હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સમાં નિર્માણ

રિએક્ટરનું નિર્માણ સુરત નજીક હજીરામાં એલએન્ડટીના અદ્યતન હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ (L and T heavy Engineering Hazira)માં થયું હતું. આ અતિ જટિલ રિએક્ટર્સ પેટ્રોકેમિકલ સંકુલમાં મોનો ઇથીલીન ગ્લાકોલિનનું ઉત્પાદન (production of mono ethylene glycol) કરવા માટે મહત્વપૂર્ણ ઉપકરણ છે. આ પ્રસંગે એલએન્ડટીની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય, હેવી એન્જિનિયરિંગના સિનિયર વીપી અને હેડ અનિલ વી. પરબે જણાવ્યું હતુ કે, આ પ્રકારનો પુનરાવર્તિત ઓર્ડર અમારા આ મોટા અને જટિલ ઉપકરણનું સંચાલન કરવાની વિશિષ્ટ ક્ષમતા તથા અભૂતપૂર્વ કોવિડ-19 મહામારી દરમિયાન પણ અમારી વિશ્વસનીય ડિલિવરીની કામગીરીમાં ગ્રાહકના વિશ્વાસનો પુરાવો છે.

આ પણ વાંચો: Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી

ડિજિટલાઇઝેશન પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત

પરબે ઉમેર્યું હતું કે, “અમે અદ્યતન ઉત્પાદનો, વિશિષ્ટ ઉત્પાદન ટેકનોલોજીના ઇન-હાઉસ વિકાસ અને વિવિધ ડિજિટલાઇઝેશન પહેલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી અમને અમારા ક્લાયન્ટના વિશ્વસનીય પાર્ટનર બનવામાં મદદ મળી છે. અમારા ક્લાયન્ટને આ પ્રકારના ચાવીરૂપ ઉપકરણ પ્રદાન કરીને, આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને સલામતીના જરૂરી ધારા-ધોરણો પૂર્ણ કરવા અમારા માટે અતિ ગર્વની વાત છે.

તમામ હેવી એન્જિનિયરિંગ સુવિધાઓ-ઉત્પાદન માટે સુસજ્જ

એલએન્ડટીનું હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ એક આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતું, અદ્યતન, સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ, ડિજિટલી સક્ષમ ઉત્પાદન સુવિધા છે. તેણે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનમાં (make in india project) પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે. એલએન્ડટીની તમામ હેવી એન્જિનિયરિંગ સુવિધાઓ એન્જિનિયર્ડ-ટૂ-ઓર્ડર ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રી 4.0 સાથે સુસજ્જ છે. એલએન્ડટીનો હેવી એન્જિનિયરિંગ વ્યવસાય રિફાઇનરી, ઓઇલ અને ગેસ, પેટ્રોકેમિકલ્સ, ખાતરો અને ન્યૂક્લિઅર પાવર ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સઘન ટેકનોલોજી ધરાવતા ઉપકરણ પૂરાં પાડવાનો સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

આ પણ વાંચો: Suicide Suicide Case : સચીન GIDCમાં વિસ્તારમાં ત્રણ સંતાનોની માતાએ કરી આત્મહત્યા

Last Updated : Jan 11, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.