સુરત હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સંજીવકુમાર ઓડિટરિયમ ખાતે રાજનીતિ મે રાષ્ટ્રનીતિ વિષય પર કપિલ મિશ્રાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા કપિલ મિશ્રાએ એક પછી એક દિલ્લીની કેજરીવાલ સરકારના દાવાઓ અંગે તથ્ય અને આંકડાઓ સાથે રજૂ કરી કેજરીવાલના દાવાઓની પોલ ( Kapil Mishra attacks Kejriwal on job guarantee ) ખોલી હતી. સાથે પુણેમાં પાકિસ્તાન ઝિંદાબાદ નારા વિશે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કીટ નાશક સ્પ્રે મારી રહ્યા છે. જેથી કીડાઓની વાસ્તવિકતા સામે આવી ગઈ છે અને તેઓ નારેબાજી કરવા લાગ્યા છે.
આઠ વર્ષમાં 3246 લોકોને જ નોકરી મળી કપિલ મિશ્રા સુરતમાં ( Kapil Mishra attacks Kejriwal on job guarantee ) જણાવ્યું હતું કે કેજરીવાલ ગુજરાતમાં આવી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના વાયદાઓ ( Gujarat Assembly Election 2022 ) કરી રહ્યા છે. આપ દ્વારા રોજગાર આપવાની ગેરંટી આપે છે પણ દિલ્લીની હકીકત એ છે કે ખુદ મુખ્યપ્રધાનની ઓફિસમાં 17 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે પહેલા તેમને તો કાયમી કરે. સાથે જ કેજરીવાલે દિલ્લીમાં 12 લાખને રોજગારીનો દાવો કર્યો હતો પણ ખુદ દિલ્લી સરકારની આરટીઆઇ કહે છે કે આઠ વર્ષમાં 3246 લોકોને જ નોકરી મળી છે.
દિલ્લીનું યમુના નદીના કિનારે રોહિંગ્યા ફ્રન્ટ કપિલ મિશ્રાએ કહ્યું અરવિંદ કેજરીવાલે કે આ ઉપરાંત આઠ વર્ષમાં દિલ્લીમાં એક પણ નવી સ્કૂલ કે કોલેજ બનાવી નથી અને ગુજરાતમાં દિલ્લીના શિક્ષા મોડેલની વાત કરી રહ્યા છે. દિલ્લી અને ગુજરાત મોડેલ વિશે ( Kapil Mishra attacks Kejriwal on job guarantee ) વાત કરતાં કહ્યું હતું કે ગુજરાતનું અમદાવાદ રીવરફ્રન્ટ મોડેલ છે અને એક દિલ્લીનું યમુના નદીના કિનારે રોહિંગ્યા ફ્રન્ટ છે.