- સુરત માટે પણ એરપોર્ટના વિકાસ હેતુ 96 હેકટર અને 2100 હેકટર જગ્યા બીજા રનવે માટે માંગણી
- સિંધિયાએ સીએમ વિજય રૂપાણીને પરિપત્ર મોકલી સામેથી એરપોર્ટના વિસ્તરણ માટેની જગ્યાઓની માંગણી કરી
- જ્યોતિરાદિત્ય સિંધિયા એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માગે છે
સુરત: એરપોર્ટના વિકાસ માટે હાલ સિવિલ એવીએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોઓને એક પરીપત્ર દ્વારા જમીન ફાળવવા માટે અનુરોધ કરાયો છે. સુરત માટે પણ એરપોર્ટના વિકાસ હેતુ 96 હેકટર અને 2100 હેકટર જગ્યા બીજા રનવે માટે માંગણી કરી છે.
એર કનેક્ટેવિટી વધશે
સુરત એરપોર્ટ પર ફૂલ રનવે લેન્થમાં અનેક બાધાઓ નડતર રૂપ હોવાથી તે સંજોગ અનુસાર હાલ લેન્થ પૂરી મળી રહી નથી. તે જોતાં હાલ જો જગ્યા મળે તો અનેક સમસ્યાનું હલ મળી શકે એમ છે. ગુજરાતના અનેક શહેરોમાં એરપોર્ટ વિસ્તરણને માટે જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પોતે જમીનની માંગણી રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા સાથોસાથ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માંગે છે. જેથી ભવિષ્યમાં એર કનેક્ટેવિટી વધી શકે.
ONGC પાઇપલાઇન અને બિલ્ડીંગ ઓપસ્ટિકલ જેવી બાબતોથી નિજાત મળશે
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે, "કેન્દ્રીય સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક પરિપત્ર ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને મોકલ્યો છે. જેમાં ગુજરાતના એરપોર્ટના ડેવલપમેન્ટ માટે જમીનની ફાળવણી માંગણી કરી છે. જમીન ફાળવણી થાય તો રનવે એક્સ્ટેંશન ફેસિલિટી અને CAT 1 ફેસ્ટિલીટિંગ લાઈટની સુવિધા થઈ શકશે અને જે બીજી જગ્યા માંગી છે તેમાં સમાંતર રનવે મળી શકે છે. જેના કારણે સુરત એરપોર્ટને જે અનેક બાધાઓ નડી રહી છે જેવી કે ONGC પાઇપલાઇન અને બિલ્ડીંગ ઓપસ્ટિકલ જેવી બાબતોથી છુટકારો મળશે".
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "2100 હેકટરમાં જો પેરેલલ રનવે મળશે તો પાર્કિંગની વ્યવસ્થા, કનેક્ટિવિટી વધુ મળી શકશે. સાથોસાથ ઇન્ટરનેશનલ એરપોર્ટને આધુનિક બનાવી શકાય. કંડલા,ભાવનગર જામનગર સહિત અનેક શહેરોમાં પણ આવી જ રીતે એરપોર્ટ વિસ્તરણ માટે સરકાર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી છે. સુરત એરપોર્ટ હાલ 363 હેકટરમાં છે. જો આ જગ્યાની ફાળવણી કરવામાં આવશે તો સુરત એરપોર્ટ સાત ઘણું મોટું થઈ જશે. એક કલાકમાં 50 જેટલી ફ્લાઇટ લેન્ડ થઇ શકશે અને આ સુરત ડાયમંડ બુર્સ અને અન્ય ઉદ્યોગો સહિત લોકો માટે ખૂબ જ લાભકારી સિદ્ધ થશે".
આંતરાષ્ટ્રીય ઉડાન યોજનાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા આંતરાષ્ટ્રીય ઉડાન સ્કીમ અંતર્ગત વિવિધ શહેરો સાથે સુરત સાથે કનેક્ટિવિટી અને એરપોર્ટના વિકાસ હેતુ વધુ જમીન ફાળવવાની માંગણી સિવિલ એવીએશન મિનિસ્ટર પાસે કરાય છે. આ સિવાય નજીકના ભવિષ્યમાં આંતરાષ્ટ્રીય ઉડાન યોજનાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે , આ યોજના થી ટાઈર 2 સિટીને આનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સુરત થી લંડન, બેંગકોક , દુબઈ અને સિંગાપોરનો લાભ મળે તે માટે સિવિલ એવીશન મિનિસ્ટર અને રાજ્ય સરકાર પાસે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી છે.
એરપોર્ટ ગ્રુપ એ CISF ને જલ્દી બહાલ કરવા માટે પણ અપીલ
હાલ એવીએશન મિનિસ્ટર વિભાગ દ્વારા ભુવનેશ્વર, પુણે, કોઈબતુર થી ઉડાન અંતર્ગત ઇન્ટરનેશનલ ફલાઇટ માટે રાજ્ય સરકારો ને VGF માટે પ્રપોઝલ મોકલાયું છે. તે મુજબ સુરત માટે પણ પ્રપોઝલ મૂકવામાં આવે અને તેને રાજ્ય સરકાર મારફતે મંજૂર કરવામાં આવે તેવી ગ્રુપ ની માંગણી છે.વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ એ CISF ને જલ્દી બહાલ કરવા માટે પણ સિવિલ એવીએશન મિનિસ્ટરને અપીલ કરી છે .