ETV Bharat / city

Jawad Cyclone In Gujarat: દ.ગુજરાત દરિયાકિનારે ફૂંકાશે 45થી 55 કિમીની ઝડપે પવન, માછીમારી નહીં કરવાની સૂચના - મુંબઈમાં વરસાદ

ગુજરાતમાં શિયાળા (gujarat winter season 2021) દરમિયાન પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ (unseasonal rain in gujarat) અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આગામી 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં જવાદ વાવાઝોડા (Jawad Cyclone In Gujarat)ની અસર પણ જોવા મળશે. હવામાન વિભાગ (meteorological department gujarat) દ્વારા જવાદ વાવાઝોડાને લઇને આગાહી (jawad hurricane forecast) કરવામાં આવી છે.

Jawad Cyclone In Gujarat: દ.ગુજરાત દરિયાકિનારે ફૂંકાશે 45થી 55 કિમીની ઝડપે પવન, માછીમારી નહીં કરવાની સૂચના

author img

By

Published : Dec 2, 2021, 10:47 PM IST

  • જવાદ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે
  • દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 2થી 6 ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાશે
  • લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ

સુરત: બંગાળની ખાડીમાં બની રહેલા દબાણ (low pressure in the bay of bengal)ને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન (cyclone in andhra pradesh and orissa) આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જશે. આ વાવાઝોડાને 'જવાદ' નામ આપવામાં આવ્યું છે.

45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે

વાવાઝોડાની અસર થોડા સમય બાદ ગુજરાત (Jawad Cyclone In Gujarat)માં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આ જવાદ વાવાઝોડાને લઇને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (meteorological department gujarat) દ્વારા 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે (coast of south gujarat) 2થી 6 ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાઈ શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં રહેલી તમામ બોટોને પણ પરત આવવા સૂચના પણ અપાઈ છે.

ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી

જવાદ વાવાઝોડાના અસરના ભાગરૂપે માછીમારોને એલર્ટ (fisherman alert gujarat) કરવામાં આવ્યા છે. હાલ તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરવાનું કહેવાયું છે. બંગાળની ખાડીમાં હલચલને કારણે હવામાન વિભાગે આજથી 4 દિવસ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદ (rain in mumbai)ની ચેતવણી આપી છે, જેના પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે.

કમોસમી વરસાદની સ્થિતિ આગામી 2 દિવસ સુધી રહેશે

રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ (unseasonal rain in gujarat) પણ પડ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આ સ્થિતિ આગામી 2 દિવસ સુધી રહેવાની છે. 45થી 55 કીમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સ (low pressure and western disturbances in gujarat)ના લીધે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં વરસાદ અને ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે

લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપતા ગુજરાત રાજ્યના ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર તારીખ 2 ડિસેમ્બર 2021થી 6 ડિસેમ્બર 2021 દરમિયાન 45થી 55 કીમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી આપી છે. જે સંબંધે દરિયામાં કે નજીકના ક્ષેત્રમાં માછીમારી નહીં કરવા સલાહ આપવામાં આવી છે. કોઇપણ બોટ/હોડીઓને માછીમારી માટે ટોકન ઇસ્યુ નહીં કરવા તેમજ દરિયાકાંઠા નજીકના માછીમારો દરિયો ખેડે નહી તે અંગેની જરૂરી સૂચના આપી છે. એટલું જ નહીં હાલ સમુદ્રમાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા જણાવવા માટે સંબંધિત અધિકારીઓને આ સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: ઉનાના નવાબંદરમાં તોફાની પવન ફુંકાતા 10 બોટોની જળસમાઘિ અને 12 ખલાસીઓ થયા લાપતા

આ પણ વાંચો: gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.