ETV Bharat / city

Exclusive: આ સુરતીએ 58 વર્ષે કરી PHD, પાણી અને જમીનથી ટેક ઓફ અને લેન્ડ કરી શકે તેવું સ્વદેશી એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું - ભારતમાં એરક્રાફ્ટ ડિઝાઇન અને ઉત્પાદન

ઇન્ડિયન એરફોર્સ માટે રિફિલિંગ સિસ્ટમ (refilling systems for indian air force) બનાવતી કંપનીએ એવિએશન ઇન્ડસ્ટ્રી(aviation industry in india)માં પ્રથમ 100 ટકા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ (make in india project) હેઠળ એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું છે. આ એરક્રાફ્ટ બનાવવામાં ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક (former isro scientist)પણ શામેલ છે. ડિરેકટર ડોક્ટર રાજન ભટ્ટે રિસર્ચ કરવા માટે અને એકેડેમિક સપોર્ટ માટે 58 વર્ષની ઉંમરે Phd કરી.

Exclusive: આ સુરતીએ 58 વર્ષે કરી PHD, પાણી અને જમીનથી ટેક ઓફ અને લેન્ડ કરી શકે તેવું સ્વદેશી એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું

author img

By

Published : Dec 14, 2021, 7:00 PM IST

Updated : Dec 14, 2021, 7:50 PM IST

  • પ્રથમ સો ટકા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ એરક્રાફ્ટ ડિઝાઇન કરવામાં આવ્યું
  • એરક્રાફ્ટની ખાસ ડિઝાઇન માટે 58 વર્ષની ઉંમરે ગુજરાતની કંપનીના ડિરેક્ટરે PHD કર્યું
  • વાયુસેનાના મિરાજ 2000 અને રફાલ માટે રિફિલિંગ સિસ્ટમ બનાવે છે કંપની

સુરત: એવિએશન ઇન્ડસ્ટ્રીમાં (aviation industry in india) પ્રથમ 100 ટકા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ (make in india project) હેઠળ એરક્રાફ્ટ ડિઝાઇન (Indigenous Aircraft Design In Surat) કરવામાં આવ્યું છે. આ સ્વદેશી એરક્રાફ્ટ (indigenous aircraft of india) આવનારા દિવસોમાં સી પ્લેનને પણ ટક્કર આપશે. પાણી અને જમીન બન્ને પરથી એરક્રાફ્ટ ટેક ઓફ અને લેન્ડ થઈ શકશે. એરક્રાફ્ટની ખાસ ડિઝાઇન માટે 58 વર્ષની ઉંમરે ગુજરાતની કંપનીના ડિરેક્ટરે Phd કર્યું. આ એરક્રાફ્ટ બનાવવામાં ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક (former isro scientist) પણ શામેલ છે. એરક્રાફ્ટ વિદેશથી આવીને ભારતમાં એસેમ્બલ કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં પણ ભારતનો ડંકો વાગે તે હેતુથી વાયુ સેનાના મિરાજ 2000 (mirage 2000 indian air force) અને રાફેલ માટે રિફિલિંગ સિસ્ટમ (refilling system for rafale) બનાવી આપનારી કંપનીએ સંપૂર્ણ સ્વદેશી એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું છે.

Exclusive: આ સુરતીએ 58 વર્ષે કરી PHD, પાણી અને જમીનથી ટેક ઓફ અને લેન્ડ કરી શકે તેવું સ્વદેશી એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું

ઇન્ડિયન એરફોર્સ માટે રિફિલિંગ સિસ્ટમ બનાવે છે કંપની

ડિરેકટર ડોક્ટર રાજન ભટ્ટે જણાવ્યું હતું કે ,અમારી કંપની એન્જિનિયરિંગના વેપાર સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલી છે. અમે મોટાભાગે ઇન્ડિયન એરફોર્સ માટે રિફિલિંગ સિસ્ટમ (refilling systems for indian air force) બનાવીએ છીએ, જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ છે. પહેલા અમે રિફીલિંગ સિસ્ટમ મિરાજ 2000 અને રાફેલ માટે પણ આપી છે. અમે એરપોર્ટ માટે તો કામ કરી રહ્યા છીએ, પરંતુ અમને વિચાર આવ્યો કે, અમે આખું એરક્રાફ્ટ પણ બનાવી શકીએ છીએ. જેના માટે મેં Phd કરવાનો વિચાર કર્યો.

આ જહાજ સો ટકા તૈયાર થઈ જશે તો આ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા હશે અને ટેકનોલોજીકલી અન્ય જહાજો જે પણ માર્કેટમાં છે તેના કરતાં અલગ હશે.

રિસર્ચ કરવા માટે અને એકેડેમિક સપોર્ટ માટે Phd કરી

તેમણે જણાવ્યું કે, જે એરક્રાફટ મેં ડિઝાઇન કર્યું છે તેની ખાસિયત છે કે તે લિફ્ટિંગ બોડી ફ્યુઝલ આર્જ (lifting body fuselage aircraft) છે. ફ્યુઝલ આર્જ એટલે મેઈન બોડી જેની અંદર પેસેન્જર અને કાર્ગો હોય છે. તેનો આખો આકાર પણ અન્ય જહાજો કરતા અલગ છે. તો આ વિષય ઉપર રિસર્ચ કરવા માટે અને સાથે એકેડેમિક સપોર્ટ માટે Phd શરૂ કરી. જ્યારે આ જહાજ સો ટકા તૈયાર થઈ જશે તો આ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા હશે અને ટેકનોલોજીકલી અન્ય જહાજો જે પણ માર્કેટમાં છે તેના કરતાં અલગ હશે. કારણ કે આ એરક્રાફ્ટ પાણીમાં ઉતરી પણ શકે છે અને ટેક ઓફ પણ કરી શકે છે. આવી જ રીતે જમીન પર પણ ઉતરી શકે છે અને ટેક ઓફ કરી શકે છે.

6 કિમીની એવરેજ આપે છે આ એરક્રાફ્ટ

વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય એરક્રાફ્ટમાં નીચે ફ્લોટેશન ડિવાઇસ લગાવવામાં આવે છે. જેના કારણે તે પાણી ઉપર તરતું હોય છે. આ જહાજમાં ફ્લોટેશન ડિવાઇસ (flotation device in aircraft) નથી. આ સેલ્ફ બોયેન્ડ ક્રાફ્ટ છે, જે બબેરેજની જેમ છે. આ એરક્રાફ્ટ 6 કિલોમીટરની એવરેજ આપે છે જે અન્ય એરક્રાફ્ટ કરતા વધારે છે. 200 હોર્સ પાવરનું એન્જીન છે. આ એરક્રાફ્ટ માટે સિંહફાળો આપવામાં ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન. કે. ગુપ્તા પણ શામેલ છે. તેઓએ જણાવ્યું હતું કે, લિફ્ટિંગ બોડી હોવાના કારણે રનવેની રિક્વાયરમેન્ટ ખૂબ જ ઓછી છે. આ એરક્રાફ્ટ માટે નાનું એરપોર્ટ પણ ચાલશે. ખાસ કરીને જ્યાં પહાડી વિસ્તારો કે જ્યાં જમીન ઓછી હોય છે ત્યાં પણ તે ટેક ઓફ અને લેન્ડ કરી શકે છે.

ડ્રોનને કાઉન્ટર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે

આ ઉપરાંત પર્સનલ યુઝ માટે પણ વાપરી શકાશે. કટોકટીમાં અને એમ્બ્યુલન્સની જેમ પણ વાપરવામાં આવી શકે છે. તે એર ટેક્સી માટે પણ કામ કરી શકે છે. સર્વિલન્સ પણ થઈ શકે છે. પ્રાકૃતિક આપદાઓ સામે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (disaster management in india) હેતુસર પણ કામ લાગી શકે છે. ડ્રોન કે જે હાલના દિવસોમાં જોવા મળે છે તેમને કાઉન્ટર કરવા માટે પણ આ ઉપયોગી બની શકે છે. સૌથી મોટો લાભ એ છે કે ઈંડિજીનીયસ હોવાના કારણે અમને કોઈપણ વિદેશી વસ્તુઓની જરૂર પડશે નહીં. એન્જીન ખૂબ જ સામાન્ય છે. જે રીતે કારમાં વાપરવામાં આવે છે તે જ પ્રકારનું એરક્રાફ્ટમાં રહેશે. 200 હોર્સ પાવર નું એન્જીન રહેશે, ઉપર ફેન લાગ્યો છે.

ભારતમાં તૈયાર થનારું સંપૂર્ણ એરક્રાફ્ટ

કંપનીના કોમર્શિયલ ડિરેક્ટર પ્રેમલ સ્માર્ટે જણાવ્યું હતું કે, અમે 35 વર્ષથી મેક ઇન ઇન્ડિયા હિસાબે ઈમ્પોર્ટ સબસ્ટિટ્યુટ પાર્ટ બનાવીએ છીએ. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (bhabha atomic research centre), ન્યુક્લિયર પાવર કોર્પોરેશન (nuclear power corporation), ઇન્ડિયન એરફોર્સ બધા માટે બનાવીએ છીએ. જ્યારે આત્મનિર્ભર ભારતની વાત આવે ત્યારે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આજે ફોરેન ડિપેન્ડન્સી છે, ખાસ કરીને એરક્રાફ્ટની અંદર. તેને જોઈ અમે સ્વદેશી એરક્રાફ્ટ બનાવવાનું વિચાર્યું. બહારથી એરક્રાફ્ટના પાર્ટ લાવી ભારતમાં એસેમ્બલ કરવામાં આવે છે, પરંતુ સો ટકા ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ એરક્રાફ્ટ (aircraft design and manufacturing in india) ભારતમાં નથી થતા. આ વિચાર સાથે અમે સ્વદેશી એરક્રાફ્ટ બનાવવાનું વિચાર્યું. આ 8 સીટર એરક્રાફ્ટ છે. અમે વિદેશથી ટેકનોલોજી લાવી અહીં ટેકનોલોજી મેન્યુફેક્ચર કરતા હોઈએ છીએ, પરંતુ આ ભારતમાં તૈયાર થનારું સંપૂર્ણ એરક્રાફ્ટ રહેશે.

આ પણ વાંચો: India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

આ પણ વાંચો: Gujarat University Organic Farming: યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે

Last Updated : Dec 14, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.