- સુરતમાં કોરોનાને માત આપી સજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો
- પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 92 ટકા
- સુરતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે
સુરત: કોરોના કહેર વચ્ચે સુરતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કોરોનાને માત આપી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 92 ટકા થયો છે. ધીમે ધીમે સુરતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો હોય તેવું સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે. તેઓએ શહેરીજનોને તકેદારી રાખવા સૂચના પણ આપી છે. યુરોપિયન દેશોમાં કોરોના બીજીવાર કહેર પ્રસરાવી રહ્યો છે તેવું સુરતમાં ન બને.
સુરતમાં રિકવરી રેટમાં વધારો મૃત્યુઆંકમાં ઘટાડો
સુરતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા. ખાસ કરીને સુરતના ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકોમાં વધારે કોરોના પોઝિટિવ કેસો જોવા મળી રહ્યા હતા. પરંતુ તંત્રની ભારે મહેનત બાદ હવે આ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ પણ વધ્યો છે. સુરતમાં હાલ પોઝિટિવ દર્દીઓ જે સાજા થયા છે. તેનો રિકવરી રેટ 91.7 ટકા થયો છે. સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે.
સુરત કોરોના અપડેટ
સુરત શહેરમાં અત્યારસુધી કુલ 24,121 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 703 દર્દીના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં 106 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 68 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 50 દર્દીઓ ઓક્સિજન પર છે. જોકે મહત્વની વાત એ છે કે, શહેરમાં અત્યારસુધીમાં કુલ 22,111 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ શહેરનો રિકવરી રેટ 91.7 થયો છે.
આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ કહી શકાય કે, સુરતમાં કોરોના નિયંત્રણમાં છે. પરંતુ આવનાર દિવસોમાં જો શહેરીજનો તકેદારીના પગલાં ન ભરે અને બેદરકારી રાખશે તો હાલ જે રીતે યુરોપિયન દેશોમાં કોરોના ફરીથી એક વખત પ્રસરી રહ્યો છે. તે જ રીતે શહેરની હાલત થઈ શકે છે. જેથી લોકોને તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.