સુરત: કોરોના વાયરસના કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. જો કે, સાવચેતી અને તકેદારી રાખવામાં આવે તો કોરોના વાયરસ સામે સંપૂર્ણ રીતે રક્ષણ મેળવી શકાય છે. તંત્ર દ્વારા પણ આ મામલે લોકોને જનજાગૃતિના ભાગરૂપે સૂચન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હીરા ફેકટરીમાં કામ કરનારા રત્ન-કલાકારો હાલ માસ્ક પહેરી કામ કરી રહયા છે. આ માસ્ક ફેકટરી માલિક દ્વારા તમામ કર્મચારીઓને આપવામાં આવ્યા છે.
અક્ષર ડાયમંડના માલિક અતુલ સાવલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે ફેકટરીમાં કામ કરનારા તમામ રત્ન-કલાકારોને માસ્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રત્ન-કલાકારોને માસ્ક પહેરી કામ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.