- સમગ્ર મામલે રાહુલ ગાંધીએ સુરત ચીફ કોર્ટમાં ચાર પેજનું ફરદર સ્ટેટમેન્ટ આપ્યું
- મોદી સમાજ પર કોઈ પણ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરવામાં આવી નથી
- સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો
સુરત : મોદી સમાજ વિશે વિવાદિત ટિપ્પણી અંગે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને ગુરુવારના રોજ રાહુલ ગાંધી સુરત ચીફ કોર્ટ ( Surat chief court )માં હાજરી આપી હતી. સમગ્ર મામલે રાહુલ ગાંધીએ સુરત ચીફ કોર્ટમાં ચાર પેજનું ફરદર સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમને સ્પષ્ટ કર્યું છે કે, રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ પર કોઈ પણ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરવામાં આવી જ નથી. વિપક્ષના નેતા તરીકે તેમને વડાપ્રધાન મોદીની કાર્યપ્રણાલીને લઈને ટિપ્પણી કરી હતી. સુરત ચીફ કોર્ટની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાહુલ ગાંધી આશરે દોઢ કલાક સુધી સુરત કોર્ટ ( Surat chief court )માં રહ્યા હતા.
આ પણ વાંચોઃ Rahul Gandhi: માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી
સુનાવણીમાં રાહુલ ગાંધી સુરત ચીફ કોર્ટમાં રહ્યા હાજર
મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણીને લઇ ગુરુવારના રોજ રાહુલ ગાંધી સુરત ચીફ કોર્ટ ( Surat chief court )માં હાજર થયા હતા. જે દરમિયાન રાહુલ ગાંધી ચાર પેજનું ફરદર સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. આશરે 15 જેટલા સવાલો અંગે તેમને ચાર પેજનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે, તેમના પર જે ત્રણ વર્ષ પહેલા વિવાદિત ટિપ્પણીને લઇ આરોપ લગાવવામાં આવ્યો છે, તે પાયા વિહોણા છે. તેમના દ્વારા મોદી સમાજ પર કોઈપણ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરવામાં આવી નથી કે, જેથી સમાજને દુઃખ થાય.
મોદી સમાજના વકીલ દ્વારા સાક્ષીને અંગેની અરજી કોર્ટે રદ્દ કરી
રાહુલ ગાંધીના વકીલ ફિરોઝ પઠાણે જણાવ્યું હતું કે, આ નિવેદન કેસ માટે ખૂબ જ અગત્યનું છે. રાહુલ ગાંધીએ આ નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તેમની કોઈપણ વિવાદિત ટીપ્પણી મોદી સમાજ માટે કરવામાં આવી નથી. આ કેસને લઈને 12 જુલાઈના રોજ સુરત ચીફ કોર્ટ ( Surat chief court )માં દલીલો રજૂ કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધીની હાજરી અનિવાર્ય નથી. બીજી તરફ મોદી સમાજના વકીલ દ્વારા સાક્ષી અંગે અરજી કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં નોંધાયેલા માનહાનિના કેસની સુનવણી માટે ગુરૂવારે રાહુલ ગાંધી સુરત આવે તેવી શક્યતા
હાઇકોર્ટમાં અરજીની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે
બીજી તરફ મોદી સમાજ તરફના વકીલ પી. બી. રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ કેસમાં સાક્ષી નિવેદન અગત્યનું હતું. જે કારણે અમે આ નિવેદન પહેલા લેવામાં આવે તેવા હેતુથી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોરોના સંક્રમણના કારણે અમે આવી જ અરજી સુરત ચીફ કોર્ટમાં કરી હતી. જેને કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે. અમે હાઇકોર્ટમાં અરજીની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમારી રણનીતિ શું રહેશે એ કોર્ટમાં અમે રજૂ કરીશું.
ઉલ્લેખનીય છે કે, મોદી સમાજના આગેવાનો તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, ત્રણ વર્ષ પહેલા સભામાં જે ચૂંટણીપંચના કેમેરા મેન ત્યાં હાજર હતા અને તેમને આ નિવેદન કેમેરામાં રેકોર્ડ કર્યું હતું. આ નિવેદન કેસમાં પહેલાં લેવામાં આવે આવી જ અરજી તેમને દ્વારા સુરત ચીફ કોર્ટ ( Surat chief court )માં કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના ગુજરાત આગમનથી કોંગ્રેસના વિવાદનો આવશે અંતવાંચોઃ
સુરતના ચીફ કૉર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી અંતર્ગત એક જાહેરસભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત ચીફ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. હાલ સુરત ચીફ કોર્ટ ( Surat chief court )માં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દર્શાવી હતી. રાહુલ ગાંધીના આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેવા કે, અમિત ચાવડા, પરેશ ધનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી.