- અષાઢી બીજે સુરતમાં વરસાદ
- માંડવી, માંગરોળ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની સવારી
- ખેડૂતોમાં ખૂશીનો માહોલ
સુરત (Surat Rain Update): દર વર્ષે સુરત જિલ્લા(Surat Rural)માં મેઘરાજા અષાઢી બીજનું મહુર્ત સાચવી જ લેતા હોય છે, ત્યારે આજે 12 જૂલાઈના રોજ પણ અષાઢી બીજના પાવન પર્વ પર માંગરોળ, માંડવી, કામરેજ, ઓલપાડ સહિતના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
આ પણ વાંચો: Surat Rain Update: ગ્રામ્યમાં 19 જૂને 103 MM વરસાદ નોંધાયો
લાંબા વિરામ બાદ વરસાદ વરસતા જગતના તાતમાં હરખની હેલી
ખેડૂતો(Farmers of Gujarat)ની માન્યતા છે કે, અષાઢી બીજના દિવસે વરસાદ વરસે એટલે ખેડૂતો માટે ચોમાસું સારું રહે છે. ત્યારે અષાઢી બીજના પાવન અવસર પર મેઘરાજાએ પણ મહુર્ત સાચવી લીધું હતું અને બપોર બાદ માંડવી, માંગરોળ, ઓલપાડ, કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં મેઘરાજા ભારે પવન સાથે વરસ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી અને લોકોને બફારથી રાહત મળી હતી.