સુરત : સોમવારે ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરતની મુલાકાતે હતાં. તેઓ મુખ્યપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને મળવા પહોંચ્યા હતાં. પોતાના મત વિસ્તારમાં આવેલા અલથાન સુમન અમૃત અને સુમન અશિષમાં લોકોને મળવા પહોંચ્યા હતાં. પરંતુ સુમન આવાસની ગંદકી જોઈ ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિફર્યા હતાં. આવાસમાં ચારેય બાજુ ગંદકી (Surat Suman Awas Filth) અને જે સ્થળે આવાસમાં બાળકો માટે ગાર્ડનની વ્યબસ્થા કરાઈ હતી ત્યાં લોકો દ્વારા વાહનો પાર્ક કરાતા તે જોઈ હર્ષ સંઘવી ગુસ્સે ભરાયાં હતાં. આવાસમાં માવાની પિચકારીઓ અંગે મહિલાઓએ હર્ષ સંઘવીને ફરિયાદ પણ કરી હતી.
આ પણ વાંચો- મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસના કર્યા શ્રી ગણેશ
પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ- હર્ષ સંઘવીએ મહિલાઓને કીધું કે હાથમાં લાકડી લઈને (Home Minister Harsh Sanghvi told the women to sit with sticks in their hands) બેસો. કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી (Surat Suman Awas Filth) અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે કહ્યું કે કોઈ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો. ત્યાં હાજર પોલીસ અધિકારીને પણ સૂચના આપી હતી કે જો મહિલાઓ ફરિયાદ લઇને આવે તો કાર્યવાહી (Harsh Sanghavi Statement) કરવામાં આવે.
આ પણ વાંચો- Harsh Sanghvi Meeting Bharuch : શા માટે ગૃહપ્રધાને ભરૂચમાં ઔપચારિક મુલાકાત લેવી પડી જૂઓ...
આવાસના લોકો કમિટીની પણ રચના કરે -આવાસમાં ગાર્ડનની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરાતા પણ હર્ષ સંઘવી વિફર્યા હતાં.ગાર્ડનને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ટ આપી. તેઓએ જણાવ્યું હતું કે જે સ્થળે બાળકોને રમવા માટે ફાળવવામાં આવી હોય ત્યાં વાહનો પાર્ક ન થવા જોઈએ. વડાપ્રધાનના કારણે સારી જગ્યાએ આવાસની ફણવણી કરવામાં આવી અને ત્યાં ગંદકી હોય તે (Surat Suman Awas Filth) ખોટી બાબત છે. ગંદકી દૂર થાય આ માટે આવાસના લોકો કમિટીની (Harsh Sanghavi Statement) પણ રચના કરે.