સુરત : હાર્દિક પટેલ 2 જુનના રોજ બીજેપીમાં (Hardik Patel to Join BJP) જોડાશે. ત્યારે આ મામલે સુરતમાં અલ્પેશ કથીરિયા (Paas Leader Alpesh Kathiriya ) અને ધાર્મિક માલવિયાની પ્રતિક્રિયા (Paas Leaders Reactions ) સામે આવી છે. તેઓએ જણાવ્યું હતું કે આંદોલન (Patidar Andolan Cases) દરમ્યાન યુવાનો પર થયેલા કેસો પરત ખેચવા અને શહીદ થયેલા યુવાનોના પરિવારને નોકરીની માંગને લઈને ચાલી રહેલી લડતનો સામનો હાર્દિક પટેલને પણ કરવો પડશે. હાર્દિક પટેલની બેવડી જવાબદારી બની જશે કે પાટીદાર સમાજના આ યુવાનોની આ માંગને વાચા આપવી અને નિરાકરણ લાવવું.
નવી ઇનિંગ્સની શુભેચ્છા- કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે હવે હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ CM પટેલ અને ભાજપ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપમાં (Hardik Patel to Join BJP)જોડાશે. ત્યારે આ મુદ્દે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાની પ્રતિક્રિયા (Paas Leaders Reactions ) સામે આવી છે. આ મામલે બંનેએ વિડીઓ મારફતે હાર્દિક પટેલને નવી ઇનિંગ્સની શુભેચ્છા તો આપી જ છે, પરંતુ સાથે સાથે પાટીદાર માગને લઈને ટકોર પણ કરી છે.
આ પણ વાંચોઃ 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત
ભાજપને પડકાર અને સંઘર્ષનો સામનો કરવો પડશે -અલ્પેશ કથીરિયાએ (Paas Leaders Reactions ) જણાવ્યું હતું કે હાર્દિક પટેલને નવા પક્ષ અને નવા રાજકીય ઇનિંગ્સની શુભેચ્છાઓ છે. પરંતુ સામાજિક પડકાર પણ તેના માટે એટલો જ રહેશે. પાટીદાર સમાજમાંથી સૌ લોકોની જે માંગ છે કે યુવાનો પર થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેચવા તેમજ શહીદ યુવાનોના પરિવારને નોકરી મળે આ મુદાઓને લઈને હાર્દિક પટેલ અને ભાજપને (Hardik Patel to Join BJP)પડકાર અને સંઘર્ષનો સામનો કરવો પડશે. આવનારા દિવસોમાં આ પ્રશ્નોને વાચા આપે તેવી અમે આશા રાખીએ છીએ.
આ પણ વાંચોઃ હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયાં?
હાર્દિક પટેલની બેવડી જવાબદારી બની જશે - ધાર્મિક માલવિયાએ (Paas Leaders Reactions ) જણાવ્યું હતું કે આંદોલન દરમ્યાન યુવાનો પર થયેલા રાજદ્રોહના સહીતના કેસ પરત ખેચવા તેમજ શહીદ યુવાનોના પરિવારને નોકરી મળે આ મુદાઓને લઈને બીજેપી સામે લડત શરુ હોય ત્યારે હાર્દિક પટેલ બીજેપીમાં (Hardik Patel to Join BJP) જોડાય ત્યારે પાટીદાર યુવાનોના લડત અને સંઘર્ષનો સામનો તેને કરવો પડશે. અને હાર્દિક પટેલની બેવડી જવાબદારી બની જશે કે પાટીદાર સમાજના આ યુવાનોની આ માંગને વાચા આપવું અને નિરાકરણ લાવવું.
ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો - નોંધનીય છે કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાથી ગુજરાતના રાજકારણમાં અનેક સમીકરણો બદલાશે 17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.