ETV Bharat / city

દુબઈ ખાતે રમાઇ રહેલી દિવ્યાંગ ક્રિકેટરોની ટૂર્નામેન્ટમાં ગુજરાત હિટર્સનો શાનદાર દેખાવ

દુબઈ ખાતે રમાઈ રહેલી દિવ્યાંગ ક્રિકેટરો વચ્ચેની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ક્રિકેટરોએ દમદાર પ્રદર્શન કર્યા છે. ગુજરાત હિટર્સના કેપ્ટન ચિરાગ ગાંધીએ 43 રન બનાવી અને બે વિકેટો લીધી હતી. જ્યારે સુરત જિલ્લાના યાહિયાએ નવમી ઓવરમાં 1 વિકેટ ઝડપી પાડી હતી.

દિવ્યાંગ ક્રિકેટરોની ટૂર્નામેન્ટમાં ગુજરાત હિટર્સનો શાનદાર દેખાવ

author img

By

Published : Apr 15, 2021, 2:58 PM IST

  • દુબઈના શારજહા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
  • મેચ 8 એપ્રિલથી સતત ચાલી રહી છે
  • કેપ્ટન ચિરાગ ગાંધીએ 43 રન ફટકાર્યા હતા

સુરતઃ દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાએ દેશના અલગ-અલગ રાજ્યોના દિવ્યાંગ ખેલાડીઓની ટીમ બનાવી દુબઈના શારજહા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ મેચ 8 એપ્રિલથી સતત ચાલી રહી છે. તેમાં ગુજરાત હિટર્સ ટીમના સુરત જિલ્લા સામરોદ ગ્રામ પંચાયતના દિવ્યાંગ ડેપ્યુટી સરપંચ ક્રિકેટર યાહિયા પટેલ પણ દુબઈ રમવા ગયા હોવાથી ગ્રામજનોની નજર તેમના ઉપર ખાસ હતી.

આ પણ વાંચોઃ દિવ્યાંગ યુવકે રાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા

ગુજરાત ટીમે પ્રથમ દાવ લઈ 128 રન ફટકાર્યા હતા

14મીના રોજ તેઓ દિલ્હી પ્રીમિયર લીગ સાથે ટૂર્નામેન્ટમાં ગુજરાત તરફથી ઉતર્યા હતા. મેચ એકદમ રોમાંચક હતી અને ટીમના દિવ્યાંગ ખેલાડીઓ ચડિયાતા સાબિત થઈ રહ્યા હતા. ગુજરાત ટીમે પ્રથમ દાવ લઈ 128 રન ફટકાર્યા હતા. જેમાં યાહીયા પટેલની ટીમે કડક ફિલ્ડીંગ ગોઠવી દેતા મેચનો અંત વધુ રોમાંચક બન્યો હતો. ગુજરાત સામે જીતવા માટે ડીપીએલ ટીમ ગુજરાત હિટર્સ સામે પાછળ રહી હારી ગઈ હતી. જેમાં મહત્વની વાત એ છે કે, જીતનારી ટીમના કેપ્ટન ચિરાગ ગાંધીએ 43 રન ફટકાર્યા હતા અને બે વિકેટો લઈ મેન ઓફ ધી મેચ બન્યા હતા. યાહીયા પટેલે 9મી ઓવરમાં 1 વિકેટ ઝડપી પાડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.