સુરત: પાસોદરામાં થયેલા ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder Case Surat)મામલે આજે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે દલીલ (Grishma Murder Case Hearing) થઈ હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે, આરોપીએ આ કેસમાં કોઈ રેપ નથી કર્યો. નથી પોક્સો, બાળકી પણ નથી. તો એમાં કેપિટલ સજા કેવી રીતે? જેને લઈને દલીલો કરવામાં આવી હતી.
મહત્તમ સજા કરવામાં આવે તેવી દલીલો કરી- આ બાબતે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, આ કેસમાં ગઈકાલે આરોપી ફેનિલ ગોયાણી (fenil goyani news) ને નામદાર કોર્ટ દ્વારા દોષી કરાર કરવામાં આવ્યો હતો. આજે આ મામલે બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે ઓછી સજા માટેની દલીલો કરી હતી. તો અમારા તરફથી મહત્તમ સજા કરવામાં આવે તેવી દલીલો કરવામાં આવી હતી, કારણ કે આરોપીએ ગ્રીષ્માની હત્યા (Grishma Vekariya Murder In Surat) ખુબ જ નિર્દયતાપૂર્વક કરી હતી.
આ પણ વાંચો: Grishma Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ, 16મી એપ્રિલે આવશે ચુકાદો
હત્યા કરતાં પહેલાં તેણે અમુક સીરિયલો જોઈ- વકીલે વધુમાં કહ્યું કે, કોર્ટમાં ઉગ્રતા અને શાંતતાના સંજોગની ચર્ચા કરવામાં આવી હતી. આરોપીને કેપિટલ પનીશમેન્ટ માટેની માંગ કરાઈ હતી. આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. હત્યા કરતાં પહેલાં તેણે અમુક સીરિયલો જોઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપી ફેનિલ ગોયાણીની માતાએ કહ્યું હતું કે, મારો છોકરો આવો છે તેના કરતાં મરી જઈએ તે સારું.
આરોપીના ભવિષ્ય અંગે પણ ચર્ચાઓ થઈ- વકીલ નયન સુખડાવાલાએ એ પણ જણાવ્યું કે, આરોપીએ જેલમાં હોવા છતાં સાક્ષીઓને ફોન કરીને ફોડવાની કોશિશ કરી હતી. આરોપી નાની ઉંમરનો હોવા છતાં ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના ભવિષ્ય અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી કે, તે સમાજમાં ભળી શકશે કે નહીં. આવી તમામ પ્રકારની દલીલો આજે આરોપીની વિરુદ્ધ જતી હતી.
આ પણ વાંચો: Grishma Murder Case Surat: વિશ્વ રંગમંચ દિવસે ગ્રીષ્મા હત્યાકાંડ પર સુરતમાં યોજાશે 'સ્ટોપ' નાટક
દીકરીના લગ્ન માટે આફ્રિકા કમાવા ગયા હતા પિતા- વધુમાં આ સરકારી વકીલ દલીલ કરતી વખતે ભાવુક થઈ ગયા હતા, કારણકે ગ્રીષ્મા પરિવારની એકની એક દીકરી હતી. વકીલે કહ્યું, એમના પિતાને જ ખબર પડે કે દીકરી ગુમાવવાનું (Pasodara Murder Case) દુઃખ કેવું હોય. ગ્રીષ્માના પિતા પોતાની દીકરીને સારી રીતે પરણાવી શકે એટલે આફ્રિકામાં કમાવા ગયા હતા. એટલે કે, પિતા પોતાની દીકરીના લગ્નની વિદાયની રાહ જોતા હતા પરંતુ એની જગ્યાએ એમણે પોતાની દીકરીની અંતિમ યાત્રાની વિદાઈ જોવી પડી. હાલ તો આ કેસમાં કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલ પૂર્ણ થયા બાદ 26મી તારીખ અંતિમ દલીલનો સમય આપ્યો છે. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસ ચુકાદો જાહેર કરશે.