ETV Bharat / city

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના લાભની લાલચ આપી મહિલાઓના ડૉક્યુમેન્ટ્સની ઠગાઈ - ફરીયાદ નોંધાઈ

સરકારી યોજનામાં મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે આરોપીએ મહિલા સભ્યોના પાનકાર્ડ, આધારકાર્ડ, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, પાસબુકની નકલ જેવા ડૉક્યુમેન્ટ મેળવી આર્થિક સહાય આપવાની લાલચે ઠગાઈ કરતા ફરીયાદ નોંધાઈ.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના લાભની લાલચ આપી મહિલાઓના ડૉક્યુમેન્ટ્સની ઠગાઈ

author img

By

Published : Mar 15, 2021, 1:15 PM IST

  • આરોપીએ લોન માટે બેન્ક ઑફ બરોડામાં ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા
  • એડવોકેટ વાળા અને અન્ય લોકોને જાણ થતા ફરિયાદ કરી
  • કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે 4 દિવસના રિમાન્ડ મંજૂર

સુરત: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા આર્થિક સહાય આપવાની લાલચે એડવોકેટ વાળા અને તેના પરિવાર તથા સગા સંબંધી સહિત સમાજની અન્ય મહિલાઓ પાસેથી ઘોડાદ્રાના મનોજ જીંજાળાએ જરૂરી ડૉક્યુમેન્ટ લીધા હતા. તે ડૉક્યુમેન્ટ તમામની જાણ બહાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ વ્યક્તિ દીઠ રૂપિયા 25 લાખની વેપાર-ધંધાની લોન માટે બેન્ક ઑફ બરોડામાં જમા કરવામાં આવ્યા હતા. જે બાબતની એડવોકેટ વાળા અને અન્ય લોકોને જાણ થતા ફરિયાદ કરવામાં આવી હતી. આથી, ફરીયાદના આધારે પુણા પોલીસે ઘોડાદ્રાના મનોજ જીંજાળાની ધરપકડ કરી તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આ પણ વાંચો: સુરત વરાછાના હીરા વેપારી સાથે 2.55 કરોડની છેતરપીંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના નામે ઠગાઈ

અમરેલીના રાજુલા તાલુકાના વતની અને હાલ ગોડાદરા નહેર ખાતે આવેલા ધ્રુવ પાર્ક સોસાયટીના ઘર નં. 453માં રહેતો મનોજ ઉર્ફે મનુ કાના જીંજાળાએ તેમના જ સમાજની મહિલાઓને આઈકાર્ડ બતાવી વિશ્વાસમાં લઇને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના મામલે જાણકારી આપી હતી. વડાપ્રધાન દ્વારા આ યોજનામાં મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેના માટે આરોપીએ મહિલા સભ્યોના પાનકાર્ડ, આધારકાર્ડ, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, પાસબુકની નકલ જેવા ડૉક્યુમેન્ટ મેળવ્યા હતા.

આ પણ વાંચો: સીવણ ક્લાસના નામે ઠગાઈ કરનાર આંતરાજ્ય ઠગ ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ

4 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી દ્વારા મોટી રકમની ઉચાપત કરવાનો ઇરાદાની ઝાંખી થતા મનોજના સમાજના જ એડવોકેટ અરવિંદ વાળાએ પુણા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પૂર્વ પોલીસ મથકના તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે.પટેલે આરોપી મનોજની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે 4 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.